गुजरात

કોંગ્રેસ Assembly electionમાં 125થી વધુ બેઠકોનો લક્ષ્યાંક, ઘણી બેઠક પર ચૂંટણી પહેલા ઉમેદવાર જાહેર કરાશે

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરે ચાર્જ સંભાળ્યા બાદ કોંગ્રેસ કાર્યલાય ખાતે બેઠકનો ધમધમાટ શરૂ થયો છે. કોંગ્રેસ સિનિયર નેતાઓની સંકલન સમિતિ બેઠક મળી હતી. એક સાથે આઠ કલાક સુધી મેરેથોન બેઠક ચાલી હતી. 2022 વિધાનસભા ચૂંટણીનો રોડ મેપ તૈયાર કરાયો હતો. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર નિવેદન આપતા કહ્યું હતુ કે કોગ્રેસ 125 બેઠકના લક્ષ્યાંક સાથે ચૂંટણી ઉતરશે. તો સંગઠનમાં પણ મોટા ફેરફાર થવા સંકેત આપ્યા છે . આ ઉપરાત નબળી રહેલ બેઠકો પર પહેલા ઉમેદવાર જાહેર કરવાનો પણ એક સુર સામે આવ્યો છે

કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે મીડિયા માહિતી આપતા કહ્યું હતુ કે ગઇ કાલે કોંગ્રેસ સિનિયર નેતા સાથે સંકલન સમિતિ બેઠક મળી હતી . સવારે ૧૧ કલાકે શરૂ થયેલ બેઠક રાત્રે 8 કલાક સુધી ચાલી હતી . બેઠકમાં તમામ સિનિયર નેતાઓનો અભિપ્રાયા મેળવ્યા હતી. કોંગ્રેસ પક્ષ ૨૦૨૨ વિધાનસભા ચૂંટણીમાં ૧૨૫ બેઠકનો લક્ષ્યાંક સાથે ઉતરશે . આ સાથે સંગઠન મોટા ફેરફાર થશે.

2017 ચૂંટણી પરિણામ, 2019 લોકસભા ચૂંટણી પરિણામ અને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પરિણામ સમિક્ષા પણ બેઠકમાં કરી હતી. 2022 ચૂંટણી પહેલા કોંગ્રેસ કેમ્પેઇન પ્લાનિંગ કઇ રીતે કરવી તેજ। સંગઠનને મજબુત કરવા ક્યા કાર્યક્રમ કરવા તે અંગે પણ ચર્ચા કરાઇ છે. ડિસેમ્બર સુધી કાર્યક્રમ કેલેન્ડર તૈયાર કરાયું છે. પ્રજાને સાથે રાખી રસ્તા પક્ષ ઉતરી આંદોલન આક્રમક કાર્યક્રમ કેવી રીતે કરવા તે અંગે પણ ચર્ચા થઇ છે .

વધુમાં જગદીશ ઠાકોર જણાવ્યુ હતું કે કોંગ્રેસના હોદ્દેદારો સમાજિક અને વેપારી સંગઠન સાથે મુલાકત કરશે . કોંગ્રેસ પક્ષ પાસે શું અપેક્ષા છે તેમજ સરકાર સામે ક્યા મુદાઓ લઇ જવા તે અંગે ચર્ચા થશે. સિનિયર નેતાઓ પણ જવાબાદરી સાથે કામગીરી આપવામા આવશે . માત્ર વાતો નહી પણ નેતાઓ જવાબદારી લેવા તૈયારી બતાવી છે.

વધુમાં કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ચૂંટણી પહેલા ઉમેદવાર જાહેર પર બોલતા કહ્યું હતુ કે વહેલા કે પહેલા ઉમેદવાર જાહેર કરવા તે હજુ સમય બતાવશે . પરંતુ ચોકક્સ નેતાઓમાં એક સુર ઉભો થયો હતો. કે જે બેઠક પર કોંગ્રેસ જીતી શકી નથી. તેવી બેઠક પર અગાઉથી ઉમેદવાર જાહેર કરવાની જરૂર છે.

સંગઠનમાં પણ ટુકં સમયા મોટા ફેરફાર થયા થશે. પાર્ટી ગ્રાઉન્ડ પર કામ કરનાર કાર્યકર્તા અને નેતા મોટી જવાબાદીર અપાશે તેમજ કામ ન કરનાર નેતાઓ બહારનો રસ્તો બતાવી દેવામાં આવશે.

Related Articles

Back to top button