गुजरात

રાજકોટઃ છગન ભરવાડની હત્યાના આરોપી કારરશા, ફકીર બંધુ સહિત ધમો અને રવિ ઝડપાયા, જણાવ્યું હત્યાનું કારણ

રાજકોટ: શહેરમાં રવિવારની સાંજે આઠ વાગ્યે રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલા સાત હનુમાન મંદિર પાસે છગન નામના ભરવાડ શખ્સને છરીના તીક્ષણ ઘા ઝીંકી પાંચ જેટલા યુવાનો દ્વારા હત્યા નિપજાવવામાં આવી હતી. સારવાર અર્થે યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબીબો (doctor) દ્વારા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલાની જાણ કુવાડવા પોલીસને થતાં કુવાડવા પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને ત્યારબાદ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પોલીસ દ્વારા લાશને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. બનાવની જાણ ભરવાડ સમાજના લોકોને થતાં મોટી સંખ્યામાં ભરવાડ સમાજના લોકો પીએમ રૂમ ખાતે એકઠા થયા હતા. તેમજ તાત્કાલિક અસરથી મૃતકના પરિવારજનોને ન્યાય મળે તે હેતુથી પોલીસ કમિશ્નર તેમજ કલેકટરને ભરવાડ સમાજ દ્વારા આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું.

રવિવારની સાંજે સમગ્ર મામલાની જાણ પોલીસને થતા પોલીસે પંચનામા સહિતની કાર્યવાહી પણ હાથ ધરી હતી. તો સાથે જ તાત્કાલિક અસરથી ગણતરીની કલાકોમાં આરોપીઓને પોતાના સકંજામાં પણ લીધા હતા.

ત્યારે સોમવારની સાંજે કુવાડવા પોલીસ દ્વારા હત્યાના બનાવમાં સામેલ કાદરશા ફકીર, ગુલામ હુસેન ફકીર, ધર્મેશ ઉર્ફે ધમો અને રવિ પરમાર નામના શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે કે અસલમશા ફકીર નામના શખ્સને અટક કરવાનો બાકી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દોઢ વર્ષ પૂર્વે પણ મૃતક તેમજ આરોપીને માથાકૂટ થઇ હતી. અસલમ ફકીરની દુકાન પાસે ભેગા થતાં કૂતરાઓએ છગનકાકા સામતભાઈને બટકુ ભર્યું હોય તેમજ હાલમાં કૂતરાઓનો ત્રાસ ખૂબ વધી ગયો હોવાથી છગન અને તેનો ભાઈ મોતી ઠપકો આપવા ગયા હતા.

આ સમયે બોલાચાલી થતાં નોનવેજ નો ધંધો કરતા ફકીર બંધુઓ ઉશ્કેરાઈ ગયા હતા. તેમજ ત્યારબાદ ચાર જેટલા શખ્સોએ છગન ભરવાડને પકડી રાખ્યો હતો જ્યારે કે એક આરોપીએ પેટના ભાગે છરી ભોંકી દેતા આંતરડા બહાર નીકળી ગયા હતા.

Related Articles

Back to top button