गुजरात
બનાસકાંઠા: પાલનપુરમાં સતત ત્રીજા દિવસે ભૂકંપના આંચકા અનુભવાયા

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં સતત ત્રીજા દિવસે ભૂકંપના આંચકો અનુભવાયો હતો. ગત મોડી રાત્રે પણ 4.6 ની તીવ્રતાનો ભૂકંપ આવતા જ તેની અસર પાલનપુર સુધી જોવા મળી હતી આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાજસ્થાનના ભીનમાલ પાસે હોવાનું જાણવા મળ્યું હતું.
બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સતત ત્રણ દિવસથી લોકો ભૂકંપના આંચકાનો અનુભવ કરી રહ્યા છે અને ત્રણેય ભૂકંભનું કેન્દ્ર બિંદુ રાજસ્થાન છે. ગત મોડી રાત્રે પણ રાજસ્થાન પાસે 2.26 વાગે 4.6 ની તીવ્રતાનો ભૂકંપ આવતા તેની અસરો પાલનપુર સુધી જોવા મળી હતી.