गुजरात

ચોરી કે છળકપટ થી મેળવેલ મોબાઇલ નંગ ૦૩ સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ગાંધીધામ એ – ડિવીઝન પોલીસ

ગાંધીધામ. કચ્છ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

મે , પોલીસ મહાનીરીક્ષક શ્રી જે.આર.મોથાલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પુર્વ – કચ્છ ગાંધીધામ શ્રી સૌરભ સિંઘ સાહેબ નાઓએ મીલ્કતસબંધી ગુના શોધવા સુચના આપેલ હોય જે આધારે નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર એમ.એમ.જાડેજા ગાંધીધામ એ – ડિવીઝન પોલીસ સ્ટેશન નાઓએ પોલીસ સ્ટેશન વીસ્તારમાં આવેલ મોબાઇલ સ્નેચીંગના ગુન્હાઓ બનતા અટકાવવા સુચના આપેલ હોઇ અને ગાંધીધામ એ ડિવીજન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસોને પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી આધારે ભારતનગર તુલસીટાવર પાસેથી મોબાઇલ નંગ ૦૩ સાથે એક ઇસમને પકડી નીચે મુજબનો મુદ્દામાલ હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે .

 

પકડાયેલ આરોપી

( ૧ ) અનીલ લાભુભાઇ કોલી ઉ.વ .૧૮ રહે.પ્લોટ નં .૪૨૧ હિંદી સોસાયટી ભારતનગર ગાંધીધામ , હસ્તગત કરેલ

 

મુદ્દામાલની વિગત :

( ૧ ) સેમસંગ કંપનીનો એ -૩૧ મોડેલ સફેદ કલરનો મોબાઇલ કિ.રૂ .૨૦,૦૦૦ /

( ર ) રેડમી કંપનીનો નોટ -૮ મોડેલ સફેદ કલરનો મોબાઇલ કિ.રૂ .૨૦,૦૦૦ /

( ૩ ) રેડમી કંપનીનો નોટ -૯ મોડેલ સફેદ કલરનો મોબાઇલ કિ.રૂ .૨૦,૦૦૦ / કુલ કિ.રૂ .૬૦,૦૦૦ /

 

ઉપરોકત કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર એમ.એમ.જાડેજા તથા પો.સબ ઇન્સ . એન.વી.રહેવર તથા ગાંધીધામ એ – ડિવીઝન પોલીસ સ્ટાફના માણસો દ્વારા સફળ કામગીરી કરેલ છે .

Related Articles

Back to top button