गुजरात

ધનતેરસે અમદાવાદમાં 1 હજાર કિલો ચાંદી સાથે 150 કિલો સોનાનું વેચાણ

અમદાવાદ શહેરમાં ધનતેરસનાં દિવસે ચાંદીની ખરીદી દોઢ ગણી થતા વેપારીઓની દિવાળી સુધરી ગઇ છે . અમદાવાદ શહેરના સોના ચાંદીની દુકાનોમાં વહેલા સવારથી જ સોના ચાંદીના વસ્તુઓ અને ખાસ કરી ચાંદીની લગડીની સૌથી વધુ વેચાણ થયું હતું .

અમદાવાદ જ્વેલર્સ એસો. મંત્રી અને શ્રી અંબિકા જ્વેલર્સના માલિક નિશાંત ધોળકિયાએ જણાવ્યુ હતુ કે કોરોના કાળ બાદ આ વખતે માર્કેટમાં લેવાલી નિકળી છે . લોકો ધનતેરસ નિમિત્ત સુકનનું સોના ચાંદીની ખરીદી કરી રહ્યાં છે . તેમજ આ વખતે વેપારીઓ પણ ખાસ ગ્રાહકોના બજેટને ધ્યાન રાખી 5  ગ્રામથી લઇ નાના ચાંદી અને સોના સિક્કા તૈયાર કર્યા હતા. જેથી સામાન્ય મધ્યવર્ગ પરિવાર સુકાન માટે આજે ખરીદી કરી શકે.

વધુમા નિશાંતભાઇ જણાવ્યા હતુ કે આ વખતે ધનતેરસે શહેરમાં 1 હજાર કિલો ચાંદી સાથે 150 કિલો સોનાનું વેચાણ થયું છે . આ સાથે અન્ય હિરા ઝવેરાત અને પ્રોટીનનું પણ વેચાણ થયું છે . નવરાત્રી શરૂઆત થી વેપારીઓ આશા બંધાણી હતી કે આ વખતે માર્કેટ લેવાલી નિકળશે . કારણ કે છેલ્લા બે વર્ષ બાદ પહેલી વખત શહેરના દિવાળીનો માહોલ ખરીદી માટે સરળ બન્યો છે .

ધનતેરસના દિવસે ચાંદીની ખરીદી શુકન મનાય છે . આથી ચાંદીની લગડીઓ ડિમાન્ડ પણ વધુ હતી. પહેલાથી જ એડવાન્સ બુકિંગ પણ મળ્યું હતુ . તેમજ ધનતેરસના નિમિત્તે ગ્રાહકો પણ મન મુકી સોના ચાંદીની ખરીદી કરી હતી . કોરોના પગલે ગત દિવાળી માર્કેટમાં કોઇ લેવાલી કે વેચાણ થયું ન હતું . પરંતુ આ વખતે માર્કેટ ઓપન થતા લોકોમાં પણ ભારે ઉત્સાહ ખરીદી માટે હતો . તેમજ હવેથી લગ્ન સિઝન શરૂ થતા અનેક લોકોએ હાલ ભાવ ઓછો હોવાથી અત્યાર થી જ સોના ચાંદીના ઘરેણા તેમજ લગડી લેવાનું પસંદ કર્યું હતુ .

નોંધનિય છે કે ધનતેરસના દિવસે ભગવાન ધન્વતંરી અને કુંબેર ભંડારીની પિતાનું અનેરું મહત્વ હોય છે . ધનતેરસના દિવસે જે પણ સ્થાવર મિલકત ખરીદવાના આવે છે તે તેર ગણી વધી જાય છે .આથી ધનતેરસના દિવસ સોના ચાંદીની ખરીદી કરવું શુભ મનાય છે . આ વખતે થયેલા વેચાણના પગલે સોના ચાંદીના વેપારીઓ દિવાળી ચોકક્સ સુધરી છે .

Related Articles

Back to top button