गुजरात

સચિન રેપ કેસ: કોર્ટમાં પોલીસનો દંડો જોઈ ચાર વર્ષની બાળકીએ કહ્યું, ‘ગંદા અંકલને આ દંડાથી જ મારીશ’

સચીન GIDC ખાતે ચાર વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવાનાં કેસમાં સુરત કોર્ટમાં લાંબા સમય બાદ કાયદાકીય પ્રોસિજર મોડી રાત સુધી ચાલુ રહી હતી. આ કેસમાં શુક્રવારે મોડી રાત સુધી વધુ 19 સાક્ષીનાં નિવેદન લેવામાં આવ્યાં હતાં. આ સાથે અત્યારસુધીમાં કુલ સાક્ષીઓની સંખ્યા 35 થઈ છે. દરમિયાન ગત રોજ કોર્ટમાં બાળકી પણ જુબાની માટે હાજર રહી હતી અને તેણે હિંમતપૂર્વક જુબાની આપી હતી. કોર્ટ પરિસરમાં આજે એક મહિલા પોલીસ અધિકારીનો દંડો જોઇને બાળકીએ કહ્યુ હતુ કે, ગંદા અંકલને આજ દંડાથી મારીશ.

માસૂમ બાળકીએ આરોપીને ઓળખી કાઢ્યો
કોર્ટ પરિસરમાં બાળકી માતા-પિતા સાથે હાજર હતી. બાળકીનાં ગળાનાં ભાગે નિશાન હતા. જે આરોપીની બર્બરતાની કહાણી કહી રહ્યા હતા. બાળકી પરિસરમાં રમી રહી હતી. ઘટના અંગે જ્યારે તેને પૂછવામાં આવ્યુ ત્યારે કંઇ બોલતી ન હતી. આ દરમિયાન મહિલા પોલીસ અધિકારી ત્યા આવ્યા હતા એટલે બાળકીએ દંડો જોઇને રમવા માટે માગ્યો હતો. ત્યારબાદ બાળકી ખુલીને બોલી હતી અને દંડો જોઇને કહ્યુ હતુ કે આ દંડાથી ગંદા અંકલને મારીશ. બાદમાં બાળકીને ચાર ફોટો બતાવવામાં આવ્યા હતા જેમાં તેણે આરોપીનો ફોટો ઓળખી બતાવ્યો હતો.

શું હતો આખો મામલો- આરોપી હનુમાન ઉર્ફે અજય નિશાદ બાળકીને ચોકલેટ આપવાની લાલચે ઝાડીમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. ગુનો નોંધાતા આરોપીની ધરપકડ કરાઈ હતી. 10 દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરાઈ હતી

શુક્રવારે ફરિયાદ પક્ષનાં પુરાવાનો સ્ટેજ પણ પુરો થયો હતો. મોડી રાત્રે વધારના સ્ટેટમેન્ટની પણ પ્રોસિજર ચાલી હોવાની માહિતી મળી રહી છે. એટલે આ કેસનો ચુકાદો ઝડપથી આવે એવી સંભાવના છે

સમગ્ર કેસમાં સેશન્સ જજ પી.એસ.કાલા ઉપરાંત મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા ઉપરાંત રિન્કુ પારેખ, કિશોર રેવલીયા તથા બચાવ પક્ષના વકીલ વગેરેએ કેસનો ઝડપથી નિકાલ કરવાની તૈયારી બતાવી હતી અને શુક્વારે મોડી રાત સુધી સાક્ષી ચકાસણીની પ્રોસિજર પુરી કરી હતી.

Related Articles

Back to top button