गुजरात

દિવાળી 100% બગડવાના એંધાણ! શાકભાજીના ભાવ આસમાને, વેપારી ગૃહિણીઓની ચિંતા વધી

અમદાવાદ: શાકભાજીની આવક ઘટતા ભાવમાં 30થી 40 ટકાનો વધારો નોંધાયો છે. ગુજરાત, મધ્ય પ્રદેશ અને મુંબઇમાં પડી રહેલા ભારે વરસાદને કારણે શાકભાજી માર્કેટ પર તેની અસર પડી છે. ભારે વરસાદના (heavy rainfall) પગલે અનેક હાઇવે બંધ છે, મહારાષ્ટ્ર તરફથી આવતી શાકભાજીની ટ્રકો ફસાઈ હોવાથી આવી નથી. જ્યારે મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ખેડૂતો ખેતરમાંથી શાકભાજી લઇ શક્યા નથી, જેની સ્થાનિક માર્કેટ પર અસર પડી છે અને વેપારીઓએ માલની હેરાફેરી બંધ કરી છે. જ્યારે એપીએમસી શાક માર્કેટમાં લીલા શાકભાજીની આવક ઓછી થતા ભાવમાં 20થી 30 ટકાનો વધારો થયો છે.

ધોધમાર વરસાદથી પીવાના અને સિંચાઈના પાણીમાં રાહત મળી છે, પરંતુ શાકભાજીની આવક પણ ઘટી છે. પરિણામે ભાવમાં ભડકો થયો છે. સિંગતેલ, કઠોળના ભાવ વધારા બાદ હવે શાકભાજીના ભાવમાં પણ 40 રૂપિયે મળતા શાકભાજી અત્યારે 80થી 100 રૂપિયા સુધી પહોંચી ગયા છે.

Related Articles

Back to top button