गुजरात

ગ્રાન્ટ આવી ગઈ છતાં NHM કર્મચારીઓને 22 દિવસથી પગાર નહીં મળતા વિવાદ | Controversy over NHM employees not getting salary for 22 days despite grant arrival



Vadodara : નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આરોગ્ય સેવાઓ આપતા કર્મચારીઓ છેલ્લા 6થી 8 મહિનાથી અનિયમિત પગારના કારણે ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લાના કર્મચારીઓએ આ મામલે મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી. કર્મચારી અગ્રણી પ્રતિકભાઈ શાહે જણાવ્યું હતું કે, “અધિકારીઓની રજૂઆત બાદ ગત 8 તારીખે જ સરકાર દ્વારા ગ્રાન્ટ મંજૂર કરી દેવામાં આવી છે. છતાં, આજે 22 દિવસ વીતી ગયા હોવા છતાં નવી સિસ્ટમના બહાને કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવ્યો નથી. હાલમાં શાળાઓનું નવું સત્ર શરૂ થઈ રહ્યું હોવાથી બાળકોની સ્કૂલ ફી, યુનિફોર્મ અને ચોપડા ખરીદવા માટે કર્મચારીઓ પાસે પૈસા નથી. સામાન્ય પગાર હોવાથી બેંકો પણ લોન આપતી નથી અને અત્યાર સુધીની તમામ બચત વપરાઈ ચૂકી છે.”

નોંધનીય છે કે, સમગ્ર ગુજરાતમાં 1.5 લાખથી વધુ અને વડોદરામાં આશરે 450 જેટલા NHM કર્મચારીઓ આ સમસ્યાથી પ્રભાવિત થયા છે. જો તંત્ર દ્વારા તાત્કાલિક પગાર રિલીઝ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.



Source link

Related Articles

Back to top button