વડોદરાની પરિણીતા પર વિધર્મી જવાનનું દુષ્કર્મ,’6 છોકરીને ફસાવીને સંબંધ બાંધ્યા છે’

વડોદરા: શહેરની હિન્દુ પરિણીત મહિલાને સુરતનાં અને જામનગરમાં એસઆરપીની ફરજ બજાવતા જવાન એજાઝ શેખે પોતાના પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચ આપીને અનેકવાર દુષ્કર્મ આચર્યાનો કિસ્સો સામે આવ્યો છે. એજાઝ શેખે સોશિયલ મીડિયામાં અનિલ પરમાર નામનો વ્યક્તિ બનીને પરિણીત મહિલાને ફસાવી હતી. જે બાદ વીડિયો વાયરલ કરવાની પણ ધમકી આપી હતી. પરિણીત મહિલાએ એજાઝની માતા અને બહેને પણ આ ખેલમાં સાથ આપ્યાનો આરોપ કર્યો છે. પરિણીતાની ફરિયાદ બાદ પોલીસે એજાઝ, તેની બહેન અને માતા પર દુષ્કર્મ અને ધમકીઓ આપવાનો ગુનો નોંધ્યો છે.
મહિલાનો પતિ દુબઇ રહે છે
મહિલાએ પોલીસમાં સુરત સલાબતપુરાના અલકબીર કોમ્પ્લેક્સમાં રહેતા અને જામનગરમાં ફરજ બજાવતા એસઆરપી જવાન મોહમંદ એજાઝ ઇકબાલ શેખ, તેની માતા અને બહેન સુમૈયા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું છે કે, તેનો પતિ દુબઇ રહે છે. 2020માં જૂનમાં એજાઝે સોશિયલ મીડિયામાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. મહિલાએ રિક્વેસ્ટ સ્વીકાર્યા બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઇ હતી. તે વખતે એજાઝે, અનિલ પરમાર તરીકે પોતાની ઓળખાણ આપી હતી.
બાળકોને પણ અપનાવવાનો ખોટો વાયદો
એજાઝે પહેલા મહિલાને પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરી મહિલાના સંતાનોને પણ અપનાવવાના ખોટા વાયદા કર્યા હતા. જેથી એજાઝે વડોદરા આવવાનું શરૂ કર્યું હતું અને લગ્નની પ્રપોઝલ મૂકી હતી. પરંતુ મહિલાએ જણાવ્યું કે, તે પરિણીત છે અને બાળકો પણ છે. હું લગ્ન કરી શકીશ નહીં, આપણે મિત્ર બની શકીએ. જેથી એજાઝે કહ્યું કે, હું પતિથી છુટાછેડા અપાવી દઇશ અને તારાં બાળકોને પણ સ્વીકારીશ. જેથી મહિલાને વિશ્વાસમાં લઇને એજાઝે વારંવાર ઘેર આવી દુષ્કર્મ કર્યું હતું. આ ઉપરાંત શહેરની સયાજીગંજ વિસ્તારની ચંદન હોટલમાં લઇ જઈ વારંવાર દુષ્કર્મ કર્યું હતું.
સુરત લઇ જઇ પણ દુષ્કર્મ કરી માર્યો માર
મહિલાને એજાઝ તેના સુરતના ઘેર લઇ ગયો હતો, જ્યાં પણ મહિલા પર એજાઝે દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ મહિલાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કરી હિન્દુ ધર્મ વિરુદ્ધ ટીપ્પણી કરી માર માર્યો હતો. એજાઝ મહિલાને બ્લેકમેઇલ કરી ફોટા-વીડિયો વાઇરલ કરવા ધમકી આપતો હતો. આ ઉપરાંત મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, 11 મહિના સુધી એજાઝ તેને સયાજીગંજની ચંદન હોટલમાં લઇ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. તેણે હોટલમાં ઓળખપત્ર રજૂ કર્યું ત્યારે તેને જાણ થઇ હતી કે, એજાઝ મુસ્લિમ છે. પરંતુ ત્યારે પણ એજાઝે તેને વાતોમાં ફસાવી દઇને જણાવ્યું હતું કે, હું ભલે મુસ્લિમ છું પણ હિન્દુ ધર્મ અપનાવીશ. હું અનીલ પરમાર તરીકે જ બધે ઓળખાઉં છું.
‘તારા જેવી તો 6 હિન્દુ છોકરીને ફસાવીને સંબંધ બાંધ્યા છે’
મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, 11 મહિના સુધી એજાઝ તેને સયાજીગંજની ચંદન હોટલમાં લઇ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. તેણે હોટલમાં ઓળખપત્ર રજૂ કર્યું ત્યારે તેને જાણ થઇ હતી કે, એજાઝ મુસ્લિમ છે. તેણે જણાવ્યું હતું કે, હું ભલે મુસ્લિમ છું પણ હિન્દુ ધર્મ અપનાવીશ. હું અનીલ પરમાર તરીકે જ બધે ઓળખાઉં છું તેવો મહિલાને ભરોસો આપ્યો હતો. આ ઉપરાંત મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, તે જ્યારે સુરત એજાઝના ઘેર ગઇ ત્યારે તેને એજાઝ અને તેના પરિવારે જણાવ્યું હતું કે, તારે હિન્દુમાંથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવો પડશે. બુરખો પહેરી કુરાનના કલમા પઢવા પડશે. તારે ઘરમાં રહેવું હોય તો માતાજી કે ભગવાનનું નામ લેવાનું નહીં, ફક્ત અલ્લાહનું નામ લેવાનું. એજાઝ અને તેના પરિવારે માર પણ માર્યો હતો. એજાઝે મહિલાને તેવું પણ જણાવ્યું હતું કે, તારા જેવી તો 6 હિન્દુ છોકરીને ફસાવીને સંબંધ બાંધ્યા છે અને તમામ લગ્ન કરવા તૈયાર છે. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, તે હિન્દુ છોકરીઓને બ્લેકમેઇલ કરી ફોટા વાઇરલ કરવાની ધમકી આપી પૈસા પડાવે છે. એજાઝે મહિલા પાસેથી 20 હજારના 2 ફોન પણ ગિફ્ટ તરીકે મેળવ્યા હતા અને આર્થિક મદદ પણ મેળવી હતી.
હાલ એજાઝ રજા પર ઉતરી ગયો છે
આ અંગે સ્થાનિક પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, એજાઝ શેખ જામનગર એસઆરપીમાં ફરજ બજાવે છે. તે સ્થળે તપાસ કરાતાં તે રજા પર ઊતરી ગયો હોવાનું બહાર આવ્યું હતું. હાલ પોલીસ આરોપીને શોધી રહી છે.