खास रिपोर्ट

હદ થઈ ગઈ.. રેમડેસીવીરની ખાલી શીશીમાં પેરાસીટામોલ વેચતી ટોળકી ઝડપાઇ…

Anil Makwana

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના બારામતી ખાતેથી એક ખૂબ જ ચોંકવનારી ઘટના સામે આવી છે. બારામતી પોલીસે રેમડેસિવિર ઈંજેક્શનની ખાલી શીશીમાં પેરાસિટામોલ દવા ભરીને કોરોનાના દર્દીઓને વેચનાર એક ટોળકીનો પર્દાફાશ કર્યો છે. માહિતી મુજબ આ ટોળકી ૩૫,૦૦૦ રૂપિયામાં નકલી રેમડેસિવિર ઈંજેક્શન વેચી રહી હતી.

બારામતીમાં એક વ્યક્તિના સગાંને રેમેડેસિવિર ઈંજેક્શનની જરૂર પડી હતી. એક ખાનગી હોસ્પિટલમાં ઈંજેક્શન મળતું હોવાની જાણ થતાં તે હોસ્પિટલ પહોંચ્યો હતો. હોસ્પિટલમાં ટોળકીના સદસ્યએ તેને પોતે કોવિડ કેન્દ્રમાં કામ કરે છે તેમ કહીને ઈંજેક્શનની કિંમત ૩૫,૦૦૦ રૂપિયા કહી હતી અને ૨ ઈંજેક્શનના ૭૦,૦૦ માંગ્યા હતા.

પોલીસને આ અંગે જાણ થતા તેમણે તે આરોપીની ધરપકડ કરી હતી અને પુછપરછમાં તેણે પોતાના ૩ સાથીદારોના નામ ખોલ્યા હતા. ચારેય આરોપીની પુછપરછ દરમિયાન ખૂબ જ ચોંકાવનારો ખુલાસો થયો હતો. તે પૈકીનો એક આરોપી કોવિડ સેન્ટરમાં કાર્યરત હતો અને તે રેમેડેસિવિરની ખાલી શીશીઓ ભેગી કરીને પોતાના સાથે લાવતો હતો. ત્યાર બાદ તેઓ પેરાસિટામોલની ગોળીઓ પાણીમાં ઓગાળીને તે લિક્વિડ શીશીમાં ભરી દેતા હતા અને ૫,૦૦૦થી લઈને ૩૫,૦૦૦ રૂપિયામાં નકલી ઈંજેક્શન વેચી દેતા હતા. કોરોનાની મહામારીમાં તેને રોકવા સરકાર અને તંત્ર ઊંધું વળ્યું છે ત્યારે આવા ભેજાબાજો વ્યક્તિઓના જીવ સાથે આરામથી રમી રહ્યા છે: સોર્સ..

Related Articles

Back to top button