गुजरात

સમગ્ર દેશમાં ચીન સામે રોષ, અમદાવાદમાં લોકોએ ચાઈના પ્રોડક્ટ સળગાવી વિરોધ નોંધાવ્યો

અમદાવાદના બાપુનગર ડાયમંડ સર્કલ ખાતે ચીને કરેલ હુમલાનો પતિકાત્મક વિરોધ કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં લોકો ભેગા થયા અને ચીનનો વિરોધ કર્યો, સાથે જ ચીની બનાવટની વસ્તુઓનો બહિષ્કાર કરીને સ્વદેશી અપનાવવા અને દેશને આત્મનિર્ભર બનાવવાની હાકલ પણ કરવામાં આવી.

ઉલ્લેખનીય છે કે, જે રીતે ચીન દ્વારા ભારતની સરહદ પર ઘુષણ ખોરી અને હુમલાની નીતિ અપનાવવામાં આવી છે, તેને જોતાં સમગ્ર દેશમાં ચીન સામે રોષ ફાટી નીકળ્યો છે અને તેના જ ભાગરૂપે આજે અમદાવાદમાં લોકોએ વિરોધ દર્શાવ્યો હતો.

સૂચક બેનરો સાથે લોકો રસ્તા ઉપર આવ્યા હતા અને ચીનને પડકાર ફેંક્યો હતો લોકો ચાઈનીઝ પ્રોડક્ટ મોબાઈલ સીરીઝ ઈલેક્ટ્રીક વસ્તુઓ પણ સાથે લાવ્યા હતા જેનું જાહેરમાં દહન કર્યું હતું.

વિરોધ કરનાર લોકોનું કહેવું હતું કે, કોરોના મહામારી વચ્ચે ચાઇના દ્વારા જે રીતે ભારત પર હુમલા કરવામાં આવ્યા છે, સરહદ વિરોધી કૃત્ય કરવામાં આવી રહ્યા છે તે યોગ્ય નથી અને સમય આવ્યે ભારતીય સેના તેનો જડબાતોડ જવાબ આપશે. સૌએ ભેગા મળી chinese productsનું જાહેરમાં દહન કરી તેનો બહિષ્કાર કર્યો હતો.

Related Articles

Back to top button