ભુજની જી. કે જનરલ હોસ્પિટલ ફુલ થતાં ગેટ કરાયા બંધ. ગરીબ દર્દીઓ નો થયો મરો
ભુજ કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
જી.કે.જનરલ હોસ્પિટલ હાઉસફુલ..
રાજય ના મુખ્યમંત્રી એ કચ્છ માં 2000 બેડ ની પોકળ જાહેરાત કરેલ તે હજુ સુધી પૂર્ણ ના થવાના કારણે જી.કે.જનરલ હોસ્પિટલ બહાર હાઉસફુલ ના પાટિયા…
હાલ માં કોરોના જેવા કપરા કાળ માં હવે જી.કે.જનરલ હોસ્પિટલ ના સત્તાધીશો એ મેઈન ગેટ બધ કર્યા..
આજે આખા કચ્છ માં કોરોના ની ભયાનક સ્થિતિ સર્જાઈ છે.કોરોના દર્દીઓ ઓક્સિજન.વેન્ટિલેટર.રેમડીસીવર ના મળવાના કારણે મોત ને ભેટી રહ્યા છે એની વચ્ચે ખૂબ જ ભયજનક સમાચાર મળ્યા છે કે આજે રાત્રે 10 વાગ્યા પછી જી.કે.જનરલ હોસ્પિટલ ના મેઈન ગેટ ને તાળાાબંધી કરી નાખવામાં આવી છે.સૌથી મોટા જિલ્લા એવા કચ્છ ની એકમાત્ર જી.કે.હોસ્પિટલ ના મેઈન ગેટ ને તાળાાબંધી કરી નાખવામાં આવેલ છે.જે અતિ ગંભીર બાબત કહેવાય.પ્રાઇવેટ હોસ્પિટલ વાળાઓ મનફાવે તેવા રૂપિયા લઈ ને કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા છે કોઈ બોલવા તૈયાર નથી.આજે આખી રાત માં કોઈ ઈમરજન્સી દર્દીઓને દાખલ કરવો હોય તો પ્રાઇવેટ ફૂલ છે એની વચ્ચે જી.કે.હોસ્પિટલ પણ હાઉસફુલ ના પાટિયા લગાડતા કોઈ ઇમરજન્સી દર્દીઓ માટે કેટલી મુશ્કેલી ઉભી થઇ શકે એ અંદાજો લગાડવો મુશ્કેલ છે.
જિલ્લા ના વહીવટીતંત્ર ને બે હાથ જોડી વિનંતી છે કેઆ તાળાબંધી તાત્કાલિક ખોલવામાં આવે અન્યથા સવારે જી.કે.બહાર રોડ રસ્તાઓ જામ કરવામાં આવશે જેની જવાબદારી રાજ્ય સરકાર તેમજ સ્થાનિક વહીવટીતંત્ર ની રહેશે.
નરેશ મહેશ્વરી
કાર્યકરી પ્રમુખ
અખિલ કચ્છ મહેશ્વરી મેઘવાળ સમાજ-કચ્છ
ગુજરાત અગ્રણી
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ-ગુજરાત