गुजरात

અમદાવાદ: શહેરના બોપલ વિસ્તારમાં એક યુવક યુવતીનાં કપડાં પહેરીને બ્યૂટી પાર્લરમાં ઘૂસ્યો અને…

અમદાવાદ: શહેરના ખૂબ જ પોશ વિસ્તાર ગણાતા બોપલ માં એક બ્યૂટી પાર્લર માં એક મહિલા હાજર હતી. આ મહિલા ટીવી (TV) જોતી હતી ત્યારે કૂર્તિ અને પલાઝો પહેરી, મોઢે દુપટ્ટો બાંધી એક વ્યક્તિ પાર્લરમાં ઘૂસી હતી. આ વ્યક્તિએ મહિલાને એક કામ કરશો તેમ જણાવતા મહિલાને તેના દેખાવ અને હાવભાવ પર શંકા જતા તેને બહાર આવીને વાત કરવા કહ્યું હતું. જેથી આ વ્યક્તિએ મહિલાનો હાથ પકડી મોં દબાવી દીધું હતું અને ફરાર થઈ ગયો હતો. મહિલાને આ વ્યક્તિના હાવભાવ અને ચાલ પરથી લાગ્યું કે તે કોઈ યુવક હતો અને યુવતીના સ્વાંગમાં આવ્યો હતો.

ઘૂમા ગામમાં રહેતી 33 વર્ષીય યુવતી સાઉથ બોપલમાં બ્યૂટી પાર્લર ધરાવી બિઝનેસ કરે છે. તેમના પાર્લરમાં અન્ય મહિલા હાજર હતી. બે મહિલા ગ્રાહકના કામ પતાવી 33 વર્ષીય યુવતી પાર્લરમાં ટીવી જોઈ રહી હતી. ત્યારે કોઈ અજાણી વ્યક્તિ ત્યાં આવી હતી. જેણે મોઢા પર માસ્ક અને દુપટ્ટો બાંધી રાખ્યો હતો. આ વ્યક્તિએ સફેદ કૂર્તિ અને કાળા રંગનો પલાઝો પહેર્યો હતો. આ વ્યક્તિએ મેરા એક કામ કરો તેવું કહેતા તેનો અવાજ પુરુષ જેવો લાગ્યો હતો.

Related Articles

Back to top button