गुजरात

અમદાવાદ : 30 વર્ષની છૂટાછેડા લીધેલી મહિલા અને 17 વર્ષના કિશોર વચ્ચે પાંગર્યો પ્રેમસંબંધ, પછી …

અમદાવાદમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં 17 વર્ષનાં કિશોરને 30 વર્ષની છૂટાછેડા લીધેલી મહિલા સાથે પ્રેમસંબંધ બંધાયો. જે બાદ આ કિશોર પ્રેમિકાના ઘરે જતો રહ્યો હતો. કિશોરને શોધવા તેના માતાપિતા મહિલાના ઘરે પણ ગયા હતા પરંતુ ઘરનો દરવાજો બહારથી બંધ કરીને બંન્ને જણ અંદર બેઠા હતા. જે ખોલાવવા માટે માતા-પિતાએ ઘણી બૂમાબૂમ પણ કરી હતી પરંતુ અંદરથી એક જ જવાબ આવતો હતો કે તેમનો દીકરો અંહી નથી. જે બાદ માતાપિતાએ પોલીસ અને મહિલા હેલ્પલાઇનમાં ફોન કર્યો અને તેઓ મહિલાના ઘરે આવીને કિશોરને બહાર લવાયો હતો.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના અસારવામાં રહેતી 30 વર્ષની મહિલાના થોડા સમય પહેલા છૂટાછેડા થયા હતા. જે બાદ તેને 17 વર્ષનાં કિશોર સાથે પ્રેમ થયો હતો. મહિલાએ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરીને જણાવ્યું પણ હતું કે, તે આ કિશોર તેનો બોયફ્રેન્ડ છે અને બંન્ને સાથે રહેવા માંગે છે. કિશોરે પણ આ અંગે ઘરમાં જાણ કરી હતી પરંતુ પરિવારે આ સંબંધની મંજૂરી આપી ન હતી. જેથી કિશોર ઘર છોડીને મહિલાના ઘરે જતો રહ્યો હતો.

જે બાદ માતાપિતાએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં આ અંગે જાણવાજોગ કરી હતી. કિશોર મહિલાના ઘરેથી રાત મોડી સાંજ સુધી પરત ન ફર્યો એટલે માતાપિતા મહિલાના ઘરે ગયા હતા. પરંતુ તેણે કિશોર ઘરમાં નથી તેવો જવાબ આપ્યો હતો. અંતે પોલીસ અને મહિલા હેલ્પલાઇનમાં ફોન કરીને બોલાવ્યા હતા. જે બાદ મહિલા કિશોરને તેના ઘરમાંથી બહાર લાવી હતી. નોંધનીય છે કે, કિશોર અનેક વખત તેના પિતાના મોબાઇલમાં જાતીય આવેગો અને તેને સંબંધિત અનેક વિષયો પર સર્ચ કરતો હતો.

Related Articles

Back to top button