गुजरात

અમદાવાદ: દિવાળીમાં વેપારીઓએ તુલસી ડ્રોપમાંથી બનાવી ઇમ્યુનિટી બુસ્ટર મીઠાઈ

અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાથી બચવા રોગ પ્રતિકારક શક્તિ વધારવી મીઠાઈ વેચાઈ રહી છે. આ મીઠાઈ તમને સ્વાદની સાથે સાથે કોરોના સામે લડવા માટેની તાકાત પણ આપશે. માનવામાં નહીં આવે પરંતુ આ વાત સાચી છે. આમ તો હવે દેરેકે કોરોના સાથે જ જીવતા શીખવું પડશે. દિવાળી માં કોરોના સામે લડી શકાય તે માટે અમદાવાદના વેપારીઓએ ખાસ મીઠાઈ બનાવી છે. અમદાવાદીઓનાં સ્વાસ્થ્ય માટે વિચારીને કેટલાંક વેપારીઓએ ઈમ્યુનિટી બુસ્ટર કતરી અને ઈમ્યુનિટી બુસ્ટર ક્યુબ બનાવ્યા છે. આ મીઠાઈનો ભાવ 1,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રાખવામાં આવ્યો છે.

આ અંગે જય હિન્દના માલિક જયમીન પટેલના કહેવા પ્રમાણે દિવાળીમાં લોકો ચોક્કસ મીઠાઈની ખરીદી કરે છે. એવામાં અમે લોકોનાં સ્વાસ્થ્ય માટે વિચારીને બે પ્રકારની મીઠાઈ બનાવી છે. એક એવી મીઠાઈ છે જેમાં અમે તુલસી ડ્રોપ્સ નાખ્યા છે, જ્યારે બીજી મીઠાઈમાં ડ્રાયફૂટ્સ નાખ્યા છે. આ બંને ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે. આ વર્ષે દિવાળીમાં અમદાવાદીઓએ પણ મીઠાઈ ખરીદવા માટે ઈમ્યુનિટી બુસ્ટર મીઠાઈ ખરીદવાનો આગ્રહ રાખ્યો છે. જે માટે અમદાવાદીઓની પહેલી પસંદ ડ્રાયફૂટ્સ મીઠાઈ છે. જે ખાવામાં સારી હોય છે તેની સાથે શરીર માટે નુકશાનકારક નથી હોતી.

આ અંગે મીઠાઈ ખરીદવા આવનાર ગ્રાહકનું કહેવું છે કે તેઓ દર વર્ષે અલગ અલગ મીઠાઈ ખરીદે છે, પરંતુ આ વર્ષે તેઓ એવી મીઠાઈ ખરીદશે જે લાંબો સમય ટકે અને ઈમ્યુનિટી પાવર વધારે. તેઓ આ વખતે ડ્રાયફૂટ્સથી બનેલી મીઠાઈ ખરીદશે. આ અંગે મીઠાઈ કંદોઈવાલાના મેનેજર વિજયભાઈના કહેવા પ્રમાણે લોકો આ વર્ષે સૌથી વધારે સુકા મેવાને પસંદ કરે છે. અત્યાર સુધી તેમણે સુકામેવાની અંદાજે 500 કિલોગ્રામ મીઠાઈ વેચી છે.

Related Articles

Back to top button