गुजरात

વડોદરામાં ખાનગી વાહનોમાં મુસાફરોની હેરાફેરી કરતા 16 વાહનો ઝડપાયા, રૂ.61,100નો દંડ | Vadodara RTO Crackdown: 16 Private Vehicles Seized For Illegal Passenger Transport



Vadodara : વડોદરા એસટી વિભાગની સુરક્ષા શાખા અને પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આરટીઓ) દ્વારા શહેરમાં મુસાફરોની ગેરકાયદે હેરાફેરી કરતા ખાનગી વાહનો સામે  દંડાત્મક કાર્યવાહી કરાઇ છે.

ગઈકાલે તા. 23 જૂન, 2026ના રોજ સુરક્ષા શાખા અને આરટીઓના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા કીર્તિ સ્તંભ, દુમાડ, અમિતનગર સહિતના વિવિધ પિકઅપ પોઈન્ટો અને નો-પાર્કિંગ ઝોનમાં ચેકિંગ હાથ ધરાયું હતું. તપાસ દરમિયાન કેટલાક ખાનગી વાહનો મુસાફરોની હેરાફેરી કરતા તેમજ જાહેર પરિવહનના નિયમોનો ભંગ કરતા હોવાનું સામે આવ્યું હતું.  ટીમોએ સ્થળ પર જ કાર્યવાહી કરીને કુલ 16 વાહનો સામે કેસ નોંધ્યા હતા. નિયમોના ઉલ્લંઘન બદલ સંબંધિત વાહનચાલકો પાસેથી કુલ રૂ. 61,100નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રાઇવેટ વાહનો દ્વારા પરવાનગી વિના મુસાફરોની હેરાફેરી કરવી કાયદેસર ગુનો છે. આવા વાહનો મુસાફરોની સલામતી માટે પણ જોખમરૂપ બની શકે છે. તેથી શહેરમાં આવી ગેરકાયદે પ્રવૃત્તિઓને અટકાવવા માટે નિયમિત ચેકિંગ અને કડક કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.



Source link

Related Articles

Back to top button