गुजरात

સુરેન્દ્રનગર: સાયલાના મોટા કેરાળામાં ગેરકાયદે ખાણ પર દરોડા, ₹4.25 કરોડનો મુદ્દામાલ જપ્ત | police raid illegal stone mine sayla seize vehicles worth crores in surendranagar


Police Raid Illegal Stone Mine Sayla: સુરેન્દ્રનગર જિલ્લાના થાન, મુળી, સાયલા સહિતના વિસ્તારોમાં ગેરકાયદે રેતી, કોલસા, પથ્થરનું ખનન થતું હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે સાયલા તાલુકાના મોટા કેરાળા ખાતે ગેરકાયદે પથ્થર ખાણ પર પોલીસે દરોડા પાડી ખોદકામમાં વપરાતા 6 હિટાચી મશીન અને 4 ડમ્પર સહિત અંદાજે ₹4.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

સાયલાના મોટા કેરાળા ખાતે ગેરકાયદે પથ્થરની ખાણ પર પોલીસના દરોડા

મળતી માહિતી મુજબ, સાયલાના મોટા કેરાળા ગામની સીમમાં મોટા પ્રમાણમાં ગેરકાયદે પથ્થરનું ખોદકામ ચાલતું હોવાની વિગતોના આધારે સાયલા પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં પોલીસે કરોડોનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી માટે ખાણ-ખનીજ વિભાગની ટીમને બોલાવવામાં આવી હતી. આમ, ગેરકાયદે ખોદકામની માપણી બાદ દંડાત્મક કાર્યવાહી કરાશે. તેમજ, ઝડપાયેલી ખાણની બાજુમાં પાવર સપ્લાયની ટી.સી. પણ જોવા મળી હતી.

સુરેન્દ્રનગર: સાયલાના મોટા કેરાળામાં ગેરકાયદે ખાણ પર દરોડા, ₹4.25 કરોડનો મુદ્દામાલ જપ્ત 2 - image

સુરેન્દ્રનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં ગેરકાયદે ખનનની કેટલીય ઘટનાઓ સામે આવે છે. પરંતુ આ ગેરકાયદેસર ખોદકામ કોના ઇશારે અને કોના દ્વારા કરવામાં આવતું હતું? તેમજ ખોદકામ લાંબા સમયથી ચાલી રહ્યું હતું ત્યારે સ્થાનિક તંત્રના નજર કેમ ના આવ્યું અને જવાબદારો સામે શું કાર્યવાહી થશે? તેવા સવાલો ઉઠ્યા છે. જ્યારે ઝડપાયેલા વાહનોના માલિક અને ડ્રાઈવરના નિવેદનના આધારે આગળની કાર્યવાહી કરાશે. 



Source link

Related Articles

Back to top button