गुजरात

ધોલેરામાં 2 ભાઈ પર 2 શખ્સનો પાઇપ વડે હુમલો | 2 men attack 2 brothers with pipe in Dholera



ઇજાગ્રસ્ત બન્ને ભાઈને હોસ્પિટલે ખસેડાવામાં આવ્યા

ખેતરમાંથી માટી લેવાની ના પાડતા પાઇપ વડે માર મારી ધમકી આપી

ભાવનગર –  ધોલેરામાં
ખેતરમાંથી માટી લઈને રોડ બનાવવાની કહેતા યુવાને પોતાના ખેતરમાંથી માટી લેવાની ના
પાડતા બે શખ્સે બે ભાઈને ગાળો આપી પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડી જાનથી મારી
નાખવાની ઘમકી આપી હતી.

ધોલેરાના દરબાર ગઢ ખાતે રહેતા ધર્મેન્દ્રસિંહ ઉર્ફે મુન્નાભાઈ રઘુવીરસિંહ
ચુડાસમાના ભાઈ વાસુદેવસિંહ અને તેમના મિત્ર રૃતુરાજસિંહ પોપટસિંહ ચુડાસમા ધોલે રા
એક્ટીવેશ એરીયા ખાતે જી ૪ જી ૭ સર્કલ ગયા હતા.જ્યાં  મયુરસિંહ રઘુવીરસિંહ ચુડાસમા
,શક્તિસિંહ
ઉર્ફે જમ્મુ રઘુવીરસિંહ ચુડાસમાએ રોડના કામ માટે રૃતુરાજસિંહ પોપટભા ચુડાસમાના
ખેતરમાંથી માટી લેતા હોય જેથી રૃતુરાજસિંહ પોપટસિંહ ચુડાસમાએ માટી લેવાની ના પાડતા
મયુરસિંહ
,શક્તિસિંહ ઉર્ફે જમ્મુએ રૃતુરાજસિંહને ગાળો આપી
બોલાચાલી ઝઘડો કરતા ધર્મેન્દ્રસિંહ ઉર્ફે મુન્નાભાઈએ આવી બન્ને શખ્સને ગાળો
બોલવાની ના પાડતા બન્ને શખ્સે એકદમ ઉશ્કેરાઈ જઈ લોખંડની પાઇપથી ધર્મેન્દ્રસિંહ
ઉર્ફે મુન્નાભાઈ અને વાસુદેવસિંહને માર મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ઘમકી
આપી હતી.આ બનાવ સંદર્ભે ધર્મેન્દ્રસિંહ ઉર્ફે મુન્નાભાઈએ બે શખ્સ વિરૃધ્ધ ધોલેરા પોલીસ
મથકમાં ફરિયાદ નોંધાવી છે.



Source link

Related Articles

Back to top button