गुजरात

દામનગરથી ટીંબીની બસનો રૃટ ફેરવવામાં આવે તો તંત્રને વધુ ટ્રાફિક મળે | If the bus route from Damnagar to Timbi is changed the system will get more traffic



વખતો વખત રજુઆત છતાં પરિણામ ન આવતા લોકોમાં રોષ

ધુ્રફણીયા અને ઉમરડા સહિતના ગ્રામ્ય વિસ્તારોને નિઃશુલ્ક હોસ્પિટલનો લાભ
મળે તે અંગે રજુઆત

ભાવનગર – સાવરકુંડલા એસ.ટી.તંત્ર દ્વારા હકારાત્મક અભિગમ દાખવીને અમદાવાદ
તરફ જતી એસ.ટી.બસનો રૃટ દામનગરથી ટીંબી રૃટ તરફ ચલાવવામાં આવે તો તંત્રને પૂરતા
પ્રમાણમાં આવક મળે એટલુ જ નહિ રૃટ પરના છેવાડાના ગ્રામ્ય વિસ્તારોને સુવિધા પણ મળે
તેવી મુસાફરોમાં માંગ ઉઠી છે
.

ાવરકુંડલા ડેપોથી ઉપડતી વાયા લીલીયા, દામનગર થઈને ઢસા, ગઢડા અને બોટાદ તરફથી અમદાવાદ જતી એસ.ટી.બસને જો એસ.ટી.તંત્ર દ્વારા
દામનગરથી ધુ્રફણીયા
, ઉમરડા,લીમડા,ધોળા થઈને ટીબી રૃટ પરથી ચલાવવામાં આવે તો ટીંબીની સ્વામી નિર્દોષાનંદજી
હોસ્પિટલના દર્દીનારાયણ માટે આર્શિવાદરૃપ બની શકે તેમ છે. તંત્રવાહકોેને પૂરતો
ટ્રાફીક અને આવક બંને મળી શકે તેમ છે. મોટા ભાગની પરિવહન સેવા ઢસા
, ગઢડા (સ્વા.),બોટાદ તરફથી ચાલતી હોય છે. આ પંથકના
ખારાપાટના લીલીયા
, ગુંદરણ, હરિપર,
ઈંગોરાળા, હાવતડ,દામનગર,
ધુ્રફણીયા અને ઉમરડા સહિત દામનગરની આસપાસના દર્દીઓને ટીંબીની
નીશુલ્ક હોસ્પિટલનો લાભ સહેલાઈથી મળી શકેે તેમ છે. આ બાબતે સ્થાનિક જાગૃત નાગરીકોએ
વખતોવખત ઉચ્ચ કક્ષાએ સંબંધિત સત્તાધીશોને લેખિત અને મૌખિક રજુઆતો કરાઈ રહી છે તેમ
છતાં તંત્ર દ્વારા ઘટતી કાર્યવાહી હાથ ધરાતી ન હોય ઉપરોકત રૃટ પરના ગામોના લોકોમાં
કચવાટ વ્યાપેલ છે.



Source link

Related Articles

Back to top button