गुजरात
વડોદરા શહેર પોલીસે 4 કરોડ ઉપરાંતના દારૂ ઉપર રોડ રોલર ફેરવી દીધું | Vadodara city police destroy seized liquor worth over Rs 4 crore

![]()
Vadodara Police : વડોદરા શહેર પોલીસે ફરી એકવાર આજે દારૂના મોટા જથ્થા ઉપર રોડરોલર ફેરવીને નાશ કર્યો હતો.
વડોદરા શહેર પોલીસ દ્વારા જુદા જદા 15 જેટલા પોલીસ સ્ટેશનમાં પકડવામાં આવેલા જુદી-જુદી બ્રાન્ડના દારૂનો નાશ કરવા માટે કોર્ટનો આદેશ મેળવવામાં આવ્યો હતો.
આજે કોયલી ચેકપોસ્ટ નજીક પોલીસે રૂ.4 કરોડ ઉપરાંતની કિંમતનો દારૂ રસ્તા પર પાથરી તેના ઉપર રોડ રોલર ફેરવી દીધું હતું. જેથી દારૂની નદી વહેતી હોય તેવા દ્રશ્ય સર્જાયા હતા.
ઉપરોક્ત કામગીરી દરમિયાન શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.

