બોટાદમાં મહિલાને 4 લોકોએ ઢીંકા પાટુંનો માર માર્યો | Woman beaten with a dhinchapatu by 4 people in Botad

![]()
મિહિલાને
જાતિ વિશે અપમાનિત કર્યા
ઘર
સામેથી કાર આગળ લેવાનું કહેતા બોલાચાલી થઈ હતી
ભાવનગર –
બોટાદના ખોડિયારનગરમાં ઘર સામે થી કાર આગળ રાખવાનું કહેતા બે
મહિલા સહિત ચાર લોકોએ મહિલાને ગાળો આપી ઢીંકા પાટુંનો માર મારી જાતિ વિશે અપમાનિત
કર્યા હતા.
બોટાદના
ખોડિયારનગર ખાતે રહેતા દક્ષાબેન પ્રદીપભાઈ કુંડાળીયાના ઘરની સામે રહેતા પ્રકાશ લાલજીભાઈ સોલંકીએ ગઈ
તા.૧૪ જૂન ૨૦૨૬ ના રોજ સાંજના આશરે પાંચ વાગ્યાની આસપાસ ઘરના દરવાજા પાસે ઘરની
સામે રાખતા કારને થોડી આગળ રાખવા કહેતા પ્રકાશ તથા તેમના પત્નિ કાજલબેન અને તેમના
ભાઈ મુન્ના અને મુન્નાભાઈ પત્નિ ભાવનાબેનએ
ઘરની અગાસી ઉપર ચડીને દક્ષાબેનને ગાળો આપી જાતી વિરુદ્ધ અપશબ્દો કહી
રાત્રીના ચારેય લોકોએ દક્ષાબેન સાથે બોલાચાલી કરી લાફા અને ઢીંકા પાટુંનો માર મારી
જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી.આ બનાવ સંદર્ભે દક્ષાબેનએ ચાર લોકો સામે ગઢડા
પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.



