गुजरात

શિક્ષકો માટે ટેટ પરીક્ષા ફરજીયાત પાસ કરવાના નિર્ણયનો વિરોધ, આજે ધરણા | Protest against the decision to make TET exam mandatory for teachers protest today



રાષ્ટ્રીય
શૈક્ષિક મહાસંઘ ભાવનગર કાર્યક્રમ આપશે

રેલી
યોજી વડાપ્રધાન
, શિક્ષણમંત્રીને સંબોધી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાશે

ભાવનગરઅખિલ ભારતીય સ્તરે
નિર્ધારીત થયેલ આયોજનના ભાગરૃપે તથા ગુજરાત પ્રાંત સ્તરેથી મળેલ દિશાનિર્દેશ
અનુસાર તા.૧૮-૬ને ગુરૃવારના રોજ જિલ્લા પંચાયત કચેરીના મેદાનમાં બપોરે ૩ કલાકે ટેટ
પરીક્ષા અંતર્ગત શિક્ષકોની યથાર્થ વેદનાને વાચા આપવા માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય
શૈક્ષિક મહાસંઘ દ્વારા જિલ્લા કક્ષાનો ધરણા કાર્યક્રમ યોજાશે અને રેલી યોજી આવેદન
આપશે.

ચ્ચત્તમ
ન્યાયાલય દ્વારા આપવામાં આવેલ ચુકાદા મુજબ ૨૦૧૦ પહેલા નોકરીમાં નિમણૂક પામેલા
શિક્ષકોને પણ નવી નિમણૂક પામતા શિક્ષકોની માફક જ ટેટ (શિક્ષક પાત્રતા કસોટી)
ઉતીર્ણ કરવી ફરજિયાત કરવામાં આવ્યું છે. આથી ધરણા કાર્યક્રમના માધ્યમથી ઉચ્ચતમ
ન્યાયાલયના ચુકાદાથી જે શિક્ષકોને ટેટ (શિક્ષક પાત્રતા કસોટી) ઉતીર્ણ કરવી ફરજિયાત
બની છે તેવા શિક્ષકોને આ પરીક્ષામાંથી મુક્તિ મળે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા
સકારાત્મક દિશામાં વિચારીને આવા શિક્ષકો કાયદાથી રક્ષિત થાય તે મુજબ કદમ લેવામાં
આવે તે માટે ભાવનગર જિલ્લા કલેક્ટરના માધ્યમથી ભારતના વડાપ્રધાન તથા કેન્દ્ર
સરકારના શિક્ષણમંત્રીને આવેદનપત્ર આપવામાં આવનાર છે. આ ધરણા કાર્યક્રમ અનુસંધાને
ધરણામાં ઉપસ્થિત સૌ શિક્ષક ભાઇઓ બહેનો ધરણા સ્થળેથી રેલી સ્વરૃપે પહોંચીને
આવેદનપત્ર આપશે.



Source link

Related Articles

Back to top button