दुनिया

ટ્રમ્પ ધ ટ્રેડર : બજારમાં ત્રણ મહિનામાં રૂ.6,530 કરોડના 3,643 સોદા પાડયા | Trump the Trader: 3 643 deals worth Rs 6 530 crore were made in the market in three months



– કોઈપણ ડે ટ્રેડરને શરમાવી દે તેવું ટ્રમ્પનું ટ્રેડિંગ

– ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશને જાન્યુ.થી માર્ચના સમયગાળા દરમિયાન દર 35 મિનિટે શેર-ફંડમાં લે-વેચ કરી

– કુલ 1,026 કંપનીઓ અને ફંડોમાં ખરીદીના 2,346 અને વેચાણના 1,296 વ્યવહાર કરવામાં આવ્યા

નવી દિલ્હી : અમેરિકન પ્રમુખ ટ્રમ્પ ફરી પાછા વિવાદમાં સપડાયા છે. આ વખતે તેમના વિવાદનું કારણ  તેમનું નિવેદન નહીં પરંતુ તેમની ટ્રેડિંગની પ્રવૃત્તિ છે. અમેરિકન શેરબજારમાં તેમનું ટ્રેડિંગ કોઈડે ટ્રેડરને પણ શરમાવે તેવું છે. ટ્રમ્પે ફક્ત ત્રણ મહિનામાં જ ૩,૬૦૦થી વધુ સોદા પાડયા છે. આ મોટા સ્તરે કરવામાં આવેલા સોદાએ ચર્ચા છેડી દીધી છે કે વર્તમાન પ્રમુખ માટે આ પ્રકારની પ્રવૃત્તિ કેટલી યોગ્ય છે. 

જો કે ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશને સ્પષ્ટતા કરી છે કે આ રોકાણના મેનેજમેન્ટમાં ટ્રમ્પની સીધી કોઈ ભૂમિકા નથી. સીબીએસ ન્યૂઝ એનાલિસિસમાં સામે આવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પના ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટમાં છ જાન્યુઆરીથી ૩૦ માર્ચ ૨૦૨૬ની વચ્ચે ૩,૬૪૨ સોદા પડયા. તેમા એક હજારથી વધુ કંપનીઓ અને ફંડ સામેલ હતા. 

આ સંદર્ભમાં ખુલાસાથી ખબર પડી છે કે આ સમયગાળામાં ૨૧.૨ કરોડ ડોલરથી લઈને ૬૯.૫ કરોડ ડોલર (રુ.૬,૫૬૦ કરોડ) સુધીની લેવડદેવડ થઈ. તેમા ૧,૦૨૬ કંપનીઓ અને ફંડોમાં ૨,૩૪૬ ખરીદીના અને ૧,૨૯૬ વેચાણના વ્યવહાર સામેલ છે. આમ લગભગ દર ૩૫ મિનિટે એક ટ્રેડ થયો. 

ટ્રમ્પના આ સોદામાં રિપોર્ટ મુજબ આઇટી અને ટેક કંપનીઓની સૌથી મોટી હિસ્સેદારી રહી હતી. માઇક્રોસોફ્ટ, એમેઝોન, મેટા, નેટફ્લિક્સ, ઓરેકલ અને એએમડી સામેલ હતી. બધુ મળીને આ શેરોની ખરીદી કમસેકમ ૪.૩ કરોડ ડોલર અને વેચાણ ૨.૪ કરોડ ડોલર રહ્યું હતું. 

દસ્તાવેજો પરથી ખબર પડે છે કે માર્ચમાં ટ્રેડિંગ દરમિયાન વૃદ્ધિમાં નોંધપાત્ર ઉછાળો જોવાયો હતો. ટ્રમ્પના ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટમાંથી ૧,૫૬૫ની લેવડદેવડ થઈ હતી. ફક્ત ૨૩ માર્ચના રોજ જ એક જ સત્રમાં ૨૮૩ વખત ખરીદી થઈ હતી અને ૧૭ વખત વેચાણ થયું હતું. આ દરમિયાન એનવિડીયા અને પ્લાન્ટિરના સોદાએ બધાને ચોંકાવ્યા. અહેવાલ મુજબ છ જાન્યુઆરીના રોજ પાંચ લાખ ડોલરથી લઈને દસ લાખ ડોલર સુધીના એનવિડીયાના શેર ખરીદ્યા. ટ્રમ્પના ખાતામાંથી થયેલા આ સોદાના સમયને લઈને કેટલાક સાંસદો અને સમૂહોએ ટીકા કરી હતી. જો કે આ ગડબડીનો  કોઈ પુરાવો રજૂ કરવામાં આવ્યો છે. 

ટ્રમ્પના ખાતાઓનું ટ્રેડિંગ બહાર આવતા ડેમોક્રેટ્સ સાંસદોએ તેની આકરી ટીકા કરી. સેનેટર એલિઝાબેથ વોરેને તો સંભવિત ઇનસાઇડર ટ્રેડિંગ રજૂ કરી નાણા સચિવ સ્કોટ બેસન્ટના મામલાની તપાસની માંગ કરી છે. કોલંબિયા લો સ્કૂલના પ્રોફેસર રિચાર્ડ બ્રિફોલ્ટે જણાવ્યું હતું કે પ્રમુખ અનોખી સ્થિતિમાં હોય છે, કેમકે તેમના જાહેર નિવેદનો નીતિગત નિર્ણયો શેરના ભાવ પર અસર પાડે છે.

ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશને તે આક્ષેપો ફગાવી દીધા છે કે પ્રમુખ પોતે શેરોની પસંદગી કે સોદાઓને અંજામ આપવાની પ્રક્રિયામાં સીધા સામેલ હતા. કંપનીએ જણાવ્યું હતું કે આ સોદાઓમાં ન તો ટ્રમ્પ, ન તો તેમના કુટુંબના કોઈ સભ્ય અને ન તો ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશને રોકાણોમાં કોઈ ભૂમિકા નીભાવી છે. આ પોર્ટફોલિયોના બહારના મેનેજમેન્ટ કરનારાઓએ સ્વતંત્ર રીતે સંભાળ્યો છે.

નાણાપ્રધાન સ્કોટ બેસન્ટે પણ બચાવ કરતાં જણાવ્યું હતું કે ટ્રમ્પ વ્યક્તિગત રીતે હાઈ ફ્રીકવન્સી ટ્રેડિંગમાં સામેલ ન હતા. આ લેવડદેવડ માટે બહારના ઇન્વેસ્ટમેન્ટ મેનેજર જવાબદાર હતા. 



Source link

Related Articles

Back to top button