गुजरात
ચોરોનો નવો ખેલ, બાઈક પર આવી દુકાનમાંથી એક પછી એક તેલના બે ડબ્બા ઉઠાવી બે ચોર ફરાર | 2 thieves on bikes steal 2 oil cans from a shop and escape

![]()
Vadodara Theft Case : વડોદરાના સયાજીકંજ વિસ્તારમાં ધોળે દિવસે દુકાનમાંથી તેલના બે ડબ્બાની ચોરીનો બનાવ વેપારી વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે.
સયાજીગજમાં દર્શનમ્ ટ્રેડ સેન્ટર ત્રણ ખાતે આવેલી જીવન ઓઇલ વર્લ્ડ નામની દુકાનના સંચાલક અગમ ઠક્કરે પોલીસને કહ્યું હતું કે તા.13 બપોરે 12:30 વાગે બે શખ્સ બાઈક પર દુકાન પાસે આવ્યા હતા.
એક જણ નીચે ઊતરી દુકાનમાં આવ્યો હતો અને કોઈને પણ પૂછ્યા વગર ડબ્બો ઊંચકીને ચાલવા માંડ્યો હતો. બંને જણા થોડી જ વારમાં રૂપિયા આપ્યા વગર ફરાર થઈ ગયા હતા. તપાસ કરતા બે ડબ્બા ચોરાયા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સયાજીગંજ પોલીસે તપાસ હાથ ધરી છે.


