અલંગમાં શિપમાંથી ઓઈલ લીક થતા દોડધામ, જીપીસીબીની તપાસ શરૃ | Oil leak from ship in Alang causes panic GPCB begins investigation

![]()
કિનારાના
સ્ટીલના સ્ટ્રક્ચર સાથે શિપ અથડાતા ઓઈલ ઢોળાયું
એલએનજી
સોહાર નામના શિપમાંથી ઓઇલ લીક થયું,
અલંગના દરિયા કાંઠેથી જીપીસીબીએ ૬થી ૭ સેમ્પલ લીધાં
ભાવનગર
– અલંગમાં આવેલું શિપ કિનારાના સ્ટીલના
સ્ટ્રક્ચર સાથે અથડાતા શિપની ટેન્કમાંથી ઓઈલ લીકેજ થયું હતું. જે મામલે જીએમબી અને
જીપીસીબી સહિતની એજન્સી સતર્ક થઈ તપાસ હાથ ધરી છે. આ મામલે ગુજરાત પોલ્યુશન
કંટ્રોલ બોર્ડની એક ટીમે આજે સ્થળ પર જઈ દરિયા કિનારેથી ૬થી સાત સેમ્પલ લીધાં છે
અને દરિયામાંથી ઓઈલ હટાવવામાં આવી રહ્યું છે.
અલંગ
શિપ બ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.વી૨માં આવેલા એલએનજી સોહર નામનું શિપ રિસાયકલ થવા
આવ્યું છે. આ શિપ ગત શનિવારે ભારે પવન અને મોજાના કારણે પ્લોટના કિનારે સ્ટીલના
સ્ટ્રક્ચર સાથે અથડાતા શિપનું ટેન્ક તુટી ગયું હતુ અને તેમાંથી ઓઈલ લીકેજ થઈ
દરિયામાં ફેલાયું હતું. જે બાદ પ્લોટના સંચાલકોએ દરિયામાંથી ઓઈલ કાઢવાની કામગીરી શરૃ કરી હતી અને
આ મામલે ગુજરાત મેરિટાઈમ બોર્ડને અને બાદમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને જાણ
કરવામાં આવી હતી. દરિયામાં ઓઈલ ઢોળાયા મામલે જીપીસીબીની એક ટીમ આજે અલંગ પહોંચી
હતી અને દરિયાના પાણી અને માટીના અલગ-અલગ ૬થી ૭ જગ્યાએથી સેમ્પલ લઈ પરિક્ષણ હાથ
ધર્યું હતું. જેમાં દરિયા કિનારાના ૨૦૦થી ૩૦૦ મીટરના વિસ્તારમાં છૂટી છવાઈ જગ્યાએ
ઓઈલ ઢોળાયું હતું. જેને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. ઉલ્લેખનિય છે કે,
અલંગમાં અવારનવાર નાના મોટાં અકસ્માતો સર્જાય છે. થોડાં દિવસ પૂર્વે
અલંગના પ્લોટ નં.૪૫માં ટેન્કર શિપના કટિંગ દરમિયાન શિપમાં આગ ભભૂકી ઉઠી હતી. જે
બાદ હવે શિપમાંથી ઓઈલ લીક થઈને દરિયામાં ફેેલાયું છે.



