मनोरंजन

મહેશ ભટ્ટ વીર પહાડિયા સાથે ફિલ્મ નામઃ-ટુ લાઇવ ઇઝ વોર બનાવશે | Mahesh Bhatt to make a film titled To Live Is War with Veer Pahariya



– થ્રીલરનું નિર્દેશન સિદ્ધાંત સચદેવને સોંપાયું

– થ્રીલરમાં વીર પહાડિયા હીરો,વરૂણ શર્મા  ખલનાયક, જોકે, જૂની નામની રીમેક નહિ હોય

મુંબઈ : ૧૯૮૬માં ‘નામ’ ફિલ્મ બનાવનારા પીઢ નિર્દેશક મહેશ ભટ્ટ નવી ફિલ્મ ‘નામઃ ટુલાઇવ ઇઝ વોર’ પ્રેઝન્ટ કરશે. મહેશ ભટ્ટ આ ફિલ્મમાં ક્રિેયેટિવ સુપરવિઝન કરશે. તેમણે ચોખવટ કરી હતી કે આ ફિલ્મ મારી ‘નામ’ની રીમેક નથી. આ ફિલ્મની પટકથા સિદ્ધાંત સચદેવ, સુહરિતાદાસ અને શ્વેતા બોહરાએ લખી છે. 

આ થ્રીલરમાં હીરો તરીકે વીર પહાડિયા અને ખલનાયક તરીકે વરૂણ શર્માને પસંદ કરવામાં આવ્યા છે. સિદ્ધાંત સચદેવ  ફિલ્મનું  દિગ્દર્શન કરશે.સિદ્ધાંત સચદેવ અગાઉ ‘આશિકી ટુ’, ‘ઇક વિલન’ અને ‘હમારી અધૂરી કહાની’માં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરી ચૂક્યો છે. તેણે મહેશ ભટ્ટ અને મોહિત સૂરી બંને સાથે કામ કરેલું છે. મહેશ ભટ્ટે વીર પહાડિયા અને વરૂણ શર્માની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે આ લોકો અમે સિનેમા વિશે જાણતાં હતા તેના કરતાં ઘણું વધારે જાણે છે.

 તેમનામાં પોતાનું સ્થાન બનાવવાની તાલાવેલી અને ઉત્કંઠા છે. જો તેમના ઉત્સાહનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તેઓ એક સારી ફિલ્મ બનાવી શકશે. 



Source link

Related Articles

Back to top button