गुजरात

રેસકોર્સ વિસ્તારમાં ખાનગી ઓફિસોના 25 એસીના કોપર વાયરોની ચોરી | copper theft from outdoor units of 25 AC in offices at racecource



વડોદરાઃ રેસકોર્સ વિસ્તારમાં ખાનગી ઓફિસોના એસીના આઉટડોર યુનિટોમાંથી કોપર વાયરોની ચોરી થતાં ઓફિસના કર્મચારીઓ પરેશાન થઇ ગયા હતા.

ચકલા સર્કલ પાસે આવેલી ગોલ્ડન આઇકન નામની બિલ્ડિંગની પાછળના ભાગે જુદીજુદી ઓફિસોના ૧૯ એસીના આઉટડોર યુનિટના કોપરના વાયરોની ચોરી થતાં અકોટા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

આવી જ રીતે ઊર્મિ સર્કલ પાસે આવેલી વિધિ સ્કવેર નામની બિલ્ડિંગમાં આવેલા બ્યુટી સલૂનના પાંચ એસીના આઉટડોર યુનિટના વાયરોની ચોરી થતાં મેનેજરે પોલીસ ફરિયાદ કરી છે.



Source link

Related Articles

Back to top button