मनोरंजन

કિર્તી સુરેશને વધુ એક રોમાન્ટિક થ્રીલર ફિલ્મની ઓફર | Keerthy Suresh offered another romantic thriller film



– બિગ બજેટ ફિલ્મ હશે તેવો દાવો

– કિર્તીની રાજકુમાર રાવ સાથેની ફિલ્મ રફતાર ત્રણ મહિના પાછળ ઠેલાઈ ચૂકી છે

મુંબઈ : કિર્તી સુરેશને બોલિવુડમાં વધુ એક રોમાન્ટિક ફિલ્મની ઓફર થઈ હોવાનું કહેવાય છે. જોકે, કિર્તી  સુરેશે પોતે આ પ્રોજેક્ટ અંગે  કોઈ વિગતો  હજુ સુધી જાહેર કરી નથી. 

કિર્તી સુરેશની રાજ કુમાર રાવ સાથેની ફિલ્મ  ‘રફતાર’ આગામી જુલાઈમાં રીલિઝ થવાની હતી પરંતુ તેને બદલે આ ફિલ્મ હવે આગામી દશેરા સુધી ઠેલાઈ ચૂકી છે. 

આ દરમિયાન કિર્તીને બોલિવુડમાં વધુ એક પ્રોજેક્ટ મળી ચૂક્યો હોવાનો દાવો થઈ રહ્યો છે. 

આ ફિલ્મ મોટાં બજેટની હશે અને તે રોમાન્સ તથા થ્રીલરનું જોનર ધરાવતી હશે એમ કહેવાય છે. 

કીર્તી આ અગાઉ વરુણ ધવન સાથેની ‘બેબી જોન’ ફિલ્મમાં જોવા મળી હતી. જોકે, તેને ધારી સફળતા  મળી ન હતી. 



Source link

Related Articles

Back to top button