गुजरात
બાઇકની ટક્કર વાગતા ઘાયલ રાહદરીનું સારવાર દરમિયાન મોત | Pedestrian injured in bike collision dies during treatment

![]()
વડોદરા,ગોલ્ડન ચોકડીથી દેણા ચોકડી વચ્ચે બાઇકની અટફેટે ઘાયલ રાહદરીનું સારવાર દરમિયાન મોત થયું છે.
મળતી માહિતી મુજબ, યુ.પી.ના જાલૌન ખાતે સુન્દ્રાપુરા ગામે રહેતો તેજસીંગ હકીમસીંગ હાલ વડોદરામાં ખોડિયાર નગર સીતારામનગરમાં રહેે છે. ગત ૨૯ મી તારીખે તેજસીંગ તથા તેનો મિત્ર વિકાસ મુકેશભાઇ સરોજ બાઇક લઇને વાઘોડિયા ચોકડીથી દુમાડ જઇ રહ્યા હતા. ગોલ્ડન ચોકડીથી દેણા ચોકડી વચ્ચે અજાણ્યો રાહદરી યુવક તેઓની બાઇક સાથે અથડાતા અકસ્માત થયો હતો. અજાણ્યા રાહદરીને ગંભીર ઇજા થતા સારવાર દરમિયાન તેનું મોત થયું છે. આ અકસ્માતમાં બાઇકસવાર વિકાસને પણ ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હરણી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એસ.કે. મકવાણાએ મૃતકની ઓળખ માટેના પ્રયાસો હાથ ધર્યા છે.



