मनोरंजन
માધુરી દીક્ષિતનો એક એવોર્ડ નાઇટનો ડીપફેક વીડિયો વાયરલ | fake video of Madhuri Dixit at an awards night goes viral

![]()
– એઆઇ જનરેટેડ વીડિયોમાં માધુરીને વધુ પડતા ઉત્તેજક ગાઉનમાં દર્શાવામાં આવી
મુંબઇ : ૫૯ વરસની માધુરી દીક્ષિતનો એક ડીપફેક વીડિયો વાયરલ થયો છે.
એક એવોર્ડ નાઇટના આ વીડિયોમાં ૫૯ વરસની માધુરીને એઆઇથી જનરેટ કરીને વધુ પડતા ઉત્તેજક ગાઉનમાં દર્શાવામાં આવી છે.
જોકે પછીથી આ વીડિયો પર સ્પષ્ટતા આવી હતી કે માધુરી દીક્ષિતનો આ વીડિયો એઆઇ-જનરેટેડ છે. ઉલ્લેખનીય છે કે, આ જ ગાઉનમાં માધુરીએ ૧૦ માર્ચના રોજ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણ ીતસવીરો શેર કરી હતી જેમાં ડીપનેક જોવા મળતું નથી. તેથી સ્પષ્ટ થયા છે કે માધુરીના આ લુક સાથે છેડછાડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, માધુરી પહેલા રશ્મિકા મંદાના, આલિયા ભટ્ટ, કેટરીના કૈફ, કીર્તિ સુરેશ, શાહરૂખ ખાન, સલમાન ખાન તેમજ અન્ય સેલિબ્રીટઓ ડીપફેકના શિકાર બન્યા છે.



