गुजरात

રાજકોટ: કાર અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે સગા પિતરાઈ ભાઈઓના કરૂણ મોત, 3 ઈજાગ્રસ્ત | Two Young Cousins Die Three Injured in Horrific Road Accident Near Rajkot’s Gokhlana



Road Accident In Rajkot: રાજકોટ જિલ્લાના જસદણના ગોખલાણા ગામ નજીક એક કાર અને જીપ વચ્ચે જોરદાર ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક માર્ગ અકસ્માતમાં બે આશાસ્પદ યુવકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

સગા પિતરાઈ ભાઈઓના મોતથી પરિવાર પર આભ તૂટ્યું

મળતી માહિતી અનુસાર, ગોખલાણા ગામ નજીક કાર અને બોલેરો વચ્ચે ટક્કર એટલી ભયાનક હતી કે બંને વાહનોના કુરચા બોલી ગયા હતા. અકસ્માતને પગલે ચીસાચીસ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં જે બે યુવકોએ જીવ ગુમાવ્યા છે, તેઓ સગા પિતરાઇ ભાઇઓ હોવાનું સામે આવ્યું છે. એકસાથે ઘરના બે દીકરાઓના અકાળે મોત થતાં પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે અને સમગ્ર ગોખલાણા ગામમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો: અમરેલી: ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 મુસાફરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત

ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા, પોલીસ તપાસ શરૂ

આ ભયાનક અકસ્માતને પગલે હાઈવે પરથી પસાર થતાં અન્ય વાહનચાલકો અને આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. અકસ્માતમાં અન્ય ત્રણ લોકોને પણ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી, તેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે આટકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બીજી તરફ, ઘટનાની જાણ થતાં જ સ્થાનીક પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે બંને મૃતકોના શવને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી, આ મામલે કાયદેસરનો ગુનો નોંધીને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button