गुजरात

અમદાવાદ એરપોર્ટ રોડ પર બિયર પીને જાહેરમાં રીલ બનાવી, VIDEO વાઈરલ થતાં પોલીસે યુવકને ઝડપ્યો | Ahmedabad Youth Arrested After Beer Reel on Airport Road Goes Viral



Ahmedabad Youth Arrested After Beer Reel: ગુજરાતમાં કડક દારૂબંધીના દાવાઓ વચ્ચે અવારનવાર કાયદાના લીરેલીરા ઉડાવતા કિસ્સાઓ સામે આવતા રહે છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદના એરપોર્ટ રોડ પરથી સામે આવ્યો છે, જ્યાં એક યુવક અને યુવતીએ જાહેરમાં દારૂની મહેફિલ માણી તેનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. આ વીડિયો વાઈરલ થતાં જ સરદારનગર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે.

ઇન્સ્ટાગ્રામ રીલ જોઇને પોલીસ દોડતી થઇ

મળતી માહિતી મુજબ, ગત 23મી મેના રોજ પોલીસના ધ્યાને ઇન્સ્ટાગ્રામ પર એક રીલ આવી હતી. આ વીડિયોમાં એક યુવક તેની સાથે ઉભેલી મહિલા સાથે એરપોર્ટ રોડ નજીક ખુલ્લેઆમ દારૂ પીતો અને હાથમાં બિયરની બોટલ પકડીને ઉભેલો દેખાતો હતો. વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે, ‘અમદાવાદમાં જાહેરમાં જામ છલકાયા, એરપોર્ટ રોડ પર યુવકે ગટગટાવી બિયર.’ સોશિયલ મીડિયા પર કાયદાનો ડર રાખ્યા વિના આવી રીલ પોસ્ટ કરાતા પોલીસ તંત્ર તુરંત એક્શનમાં આવ્યું હતું.

આ પણ વાંચો: ગુજરાત સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ગરમીનો પ્રકોપ, તેલંગાણામાં હીટસ્ટ્રોકથી 16ના મોત

આરોપી જાણીતો બુટલેગર હોવાનો ખુલાસો

પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ હાથ ધરતા આ શખસ કુબેરનગર વિસ્તારમાં રહેતો નાનક ઉર્ફે નાનુ કનૈયાલાલ સેવાની હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે આ શખસના અગાઉ જી વોર્ડ વિસ્તારમાં આવેલી એક ઓફિસમાં ખુલ્લેઆમ દારૂની મહેફિલ માણતા અન્ય વીડિયો પણ સામે આવી ચૂક્યા છે.

સરદારનગર પોલીસે આરોપી નાનક ઉર્ફે નાનુ વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે, જ્યારે વીડિયોમાં દેખાતી મહિલા અને અન્ય સાગરીતો અંગે વધુ તપાસ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button