गुजरात

શહેરને વધુ સ્વચ્છ બનાવવા ડોગ-બર્ડ ફીડિંગ માટે ૨૭૫થી વધુ સ્પોટ,ગમે ત્યાં ખવડાવી નહીં શકાય | make the city cleaner ahmedabad



અમદાવાદ,ગુરુવાર,21
મે,2026

સ્વચ્છતા સર્વેક્ષણ શરુ થઈ રહયુ છે. અમદાવાદને વધુ સ્વચ્છ શહેર
બનાવવા  ૨૭૫થી વધુડોગ અને બર્ડ ફીડિંગ સ્પોટ
નકકી કરવામા આવ્યા છે. આ સ્પોટ ઉપર જ ફીડિંગ કરાવી શકાશે.આ સિવાય જાહેર રસ્તા ઉપર ફીડીંગ
કરાવનાર તથા ગંદકી કરનાર સામે પબ્લિક હેલ્થ બાયલોઝ પ્રમાણે કાર્યવાહીકરી ચાર્જ વસૂલવામાં
આવશે.ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામા આવેલા હુકમ મુજબ સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમા
જાહેર રસ્તા ઉપર કરવામા આવતા સ્પોટ મોનીટરીંગ કરી ઘટાડવામા આવ્યા હોવાનુ સત્તાવાર સૂત્રોમાંથી
જાણવા મળ્યુ છે.

શહેરના ૪૮ વોર્ડમાં રખડતા શ્વાનને ખવડાવવા માટે અગાઉ ૧૨૬
ફીડિંગ સ્પોટ નકકી કરવામા આવ્યા હતા. ડોગ લવર્સની માંગણીને ધ્યાનમાં રાખીને વધુ ૨૫
સ્પોટ ઉમેરવામા આવશે.સી.એન.સી.ડી.વિભાગના નરેશ રાજપૂતે કહયુ
,જે સ્પોટ જાહેર
કરવામા આવ્યા છે.તેમાં ડોગ લવર્સ દ્વારા ફીડિંગ કરાવાતુ હોય તેવા સ્પોટનો પણ
સમાવેશ કરવામા આવ્યો છે.સ્પોટ ઉપર ડોગ ફીડિંગ માટેના બોર્ડ પણ લગાવવામા આવેલા
છે.સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં હાલમા 
પાંચ સ્પોટ ઉપર  બર્ડ ફીડીંગ
કરાવવામા આવી રહયુ છે.સુપ્રિમ કોર્ટ તથા એનીમલ વેલ્ફેર ઓફ ઈન્ડિયાની વખતોવખતની
ગાઈડલાઈન મુજબ  જાહેર રસ્તાઓ ઉપર કરાવવામા
આવતા ફીડિંગ સ્પોટની સંખ્યા અગાઉ કરતા ઘટાડાઈ છે.આ પાછળનુ મુખ્ય કારણ નાગરિકો
દ્વારા  જાહેર સ્થળો
, રસ્તાઓ,ફૂટપાથ અને
રહેણાંક વિસ્તારમાં રખડતા કૂતરાંઓને આડેધડ ખવડાવામા આવે છે.આ પ્રકારની પ્રવૃત્તિથી
કૂતરાં અંદરોઅંદર લડતા હોવાથી નાગરિકોની પાછળ પડતા હોવાથી અકસ્માત થવાની ઘટનાઓ
બનતી હોય છે.

ડોગ ફીડિંગ માટે મહત્વના સ્પોટ કયા-કયા?

મ્યુનિસિપલ
કોર્પોરેશનના  મોટાભાગના સ્મશાન
, ડ્રેનેજ પમ્પિંગ
સ્ટેશન

દાદા
હરીની વાવ
,અસારવા,પ્રેમ દરવાજા

સ્મશાનગૃહ,દૂધેશ્વર,ગોમતીપુર
સ્મશાનગૃહ

સ્વામીનારાયણ
મંદિર
,વિરાટનગર

વસ્ત્રાલ
સ્મશાનગૃહ
, કેટલ
પોન્ડ

હાટકેશ્વર  તથા રામોલ સ્મશાનગૃહ

ક્રિસ્ટલ
પેલેસ એરીયા
,નિકોલ

નરોડા
સ્મશાન તથા છ  પાર્કિંગ પ્લોટ

ભીડભંજન
હનુમાન મંદિર
,બાપુનગર

ઘાટલોડીયા
વોટર-ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન

ઈસ્કોન
તથા માનવ મંદિર
,સાંઈબાબા
મંદિર

મણિનગર
સ્વામી નારાયણ મંદિર
,મદ્રાસી
મંદિર

પક્ષીઓને ચણ ખવડાવાતા હોય એવા ઝોનવાઈસ સ્પોટ

ઝોન    સ્પોટ

પૂર્વ    ૧૯

પશ્ચિમ  ૨૫

ઉત્તર   ૨૨

દક્ષિણ  ૧૯

મધ્ય   ૨૦

ઉ.પ.   ૨૦

દ.પ.   ૨૦

 



Source link

Related Articles

Back to top button