ધંધુકાના જીંજર ગામના વૃદ્ધ પર જીવલેણ હુમલો | Fatal attack on elderly man from Jinjar village of Dhandhuka

![]()
ધંધુકા પોલીસ મથકમાં ૯ ઈસમ સામે ગુનો નોંધાયો
ધારિયુ, તલવાર અને લાકડી વડે માર મારી ઈજા પહોંચાડી ધમકી આપી
ભાવનગર – ધંધુકાના જીંજર
ગામના વૃદ્ધ પર ખેતીની જમીન બાબતે મનદુઃખ રાખી ૯ ઈસમે ધારિયુ, તલવાર અને લાકડી વડે જીવલેણ હુમલો કરી ઈજા પહોંચાડી ધમકી આપ્યા અંગેની
પોલીસ ફરિયાદ ધંધુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
ધંધુકાના જીંજર ગામમાં રહેતા વિક્રમસિંહ કરણસિંહ ચુડાસમાએ ધંધુકા પોલીસ
મથકમાં જગદેવસિંહ લધુભા ચુડાસમા, લક્ષ્મણદેવસિંહ લધુભા ચુડાસમા,
મહિપાલસિંહ લક્ષ્મણદેવસિંહ ચુડાસમા, હરપાલસિંહ
જગદેવસિંહ ચુડાસમા (તમામ રહે.જીંજર, તા.ધંધુકા) અને અજાણ્યા
પાંચ ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમની સાથે ખેતીની જમીન બાબતે મનદુઃખ
રાખી ગત તા.૨૦-૫ના સવારે પોણા ૬ કલાકના અરસામાં ઉક્ત લોકોએ તલવાર, ધારિયું, લાકડી, કટા જેવા
પ્રાણઘાતક હથિયારો ધારણ કરી તેઓ તેમના ઘર પાસે પસાર થતાં ઉપશબ્દો કહી જાનથી મારી
નાખવાની ધમકી આપી પ્રાણઘાતક હથિયારો સાથે હુમલો કરી માથાના અને શરીરના ભાગે ગંભીર
ઈજા પહોંચાડી હતી. આ અંગે ધંધુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



