गुजरात

કોઠના શખ્સને ભરણપોષણના કેસમાં 320 દિવસ કેદની સજા | Man from Koth sentenced to 320 days in prison in alimony case



બે માસ પૂર્વે કોર્ટમાં અરજી કરી હતી

અરજદારને જેટલી રકમ ચૂકવે તેટલી કેદની સજા મજરે આપવા કોર્ટનો હુકમ

ભાવનગર –  ધોળકા તાલુકાના
કોઠ (ગાંગડા) ગામે રહેતા શખ્સને ભરણપોષણના કેસમાં બરવાળા કોર્ટે ૩૨૦ દિવસ સાદી
કેદની સજાનો હુકમ કર્યો છે.

કોઠ (ગાંગડા)  ગામે રહેતો રમેશ
બેચરભાઈ સોલંકી ગત તા.૧૦-૩-૨૦૨૬ના રોજ મહિલાએ ભરણપોષણની રકમ
, ભાડુ
અને વળતરની રકમ વસૂલ મેળવવા અરજી કરી હતી. આ અરજીની બરવાળાના પ્રિન્સિપાલ સિવિલ જજ
અને જ્યુડી. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં સુનવણી ચાલતા ન્યાયમૂર્તિ એ.પી.
જોષીએ રમેશ સોલંકીને તા.૭-૧-૨૦૨૦થી તા.૨૯-૮-૨૦૨૨ સુધી ભરણપોષણ
, ભાડાની રકમ ચૂકવવામાં કસૂર બદલ ૩૨૦ દિવસની સાદી કેદની સજા ફટકારી છે. આ
સમયગાળામાં શખ્સ દ્વારા અરજદારને જેટલી રકમ ચૂકવવામાં આવે તેટલી કેદની સજા મજરે
આપવા કોર્ટે હુકમ કર્યો છે.



Source link

Related Articles

Back to top button