गुजरात

ચૂંટણી પરિણામના ૨૯ દિવસ પછી ૨૬ મે એ અમદાવાદને નવા મેયર અને ડેપ્યુટી મેયર મળશે | 29 days after the election results



     

  અમદાવાદ,મંગળવાર,19 મે,2026

અમદાવાદ મ્યુનિસિપલકોર્પોરેશનની ચૂંટણીના પરિણામ આવ્યાના ૨૯
દિવસ પછી ૨૬ મેએ અમદાવાદને નવા મેયર અને ડેપ્યુટી મેયર મળશે.સ્ટેન્ડિંગ કમિટી
ચેરમેન સહિતના નામની પણ એ જ દિવસે જાહેરાત થવાની સંભાવના વ્યકત કરવામા આવી રહી
છે.૨૬ મેએ સવારે ૧૧ કલાકે ગાંધી હોલમાં ખાસ બેઠક મળશે જેમાં આ જાહેરાત કરવામા
આવશે.

૨૮ એપ્રિલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૧૬૦ બેઠક સાથે
ભાજપ સતત પાંચમી વખત સત્તામાં આવ્યો છે. નવી ટર્મમાં રોટેશન મુજબ
ઓ.બી.સી.કેટેગરીમાંથી મેયરની પસંદગી થવાની હોવાથી મેયર પદ માટે થલતેજના હિતેશ
બારોટ ઉપરાંત બોડકદેવ વોર્ડના ધરમશી દેસાઈના નામ મોખરે છે. આ ઉપરાંત શાહીબાગ
વોર્ડમાંથી ચૂંટાયેલા જશુભાઈ ઠાકોર અને વેજલપુરમાંથી ચૂંટાયેલા રાજુભાઈ ઠાકોરના
નામ પણ ચર્ચામા છે.ગત ટર્મમા શહેરમા ૪૩મા મેયર તરીકે પ્રતિભાબેન જૈને કાર્યભાર
સંભાળ્યો હતો. આ કારણથી જે મેયર બનશે તે શહેરના ૪૪મા મેયર બનશે.ડેપ્યુટી મેયરની
રેસમાં અસારવા વોર્ડના અનસૂયાબેન પટેલ તથા લાંભા વોર્ડના  ડોકટર ચાંદનીબેન પટેલના નામ મોખરે છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ માટે પાલડી વોર્ડના જૈનિક પટેલ
, ખોખરા વોર્ડના
કમલેશ પટેલ ઉપરાંત બોડકદેવ વોર્ડમાંથી દેવાંગ દાણીના નામ ચર્ચામા છે.



Source link

Related Articles

Back to top button