गुजरात

કોટંબીની જમીન વેચાણ અને NA કરવાના નામે ૧.૦૮ કરોડની ઠગાઇ | cheating for land sale in kotambi



વડોદરા, તા.17 વાઘોડિયા તાલુકાના કોટંબી ગામ પાસેની જમીન વેચાણ આપવા તેમજ કલેક્ટર ઓફિસમાંથી ફાઇલ મંજૂર કરાવવાના નામે જમીન માલિક તેમજ બે ભેજાબાજ દલાલોએ  ઉચ્ચ અભ્યાસ માટેના ટયૂશન ક્લાસ ચલાવતા સંચાલક સાથે એક કરોડ આઠ લાખ રૃપિયાની છેતરપિંડી કરી હતી.

વડોદરાના ગોરવા તળાવ સામે સાગરીલા એપાર્ટમેન્ટમાં રહેતા હરેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ મલીકે ત્રણ શખ્સો અલ્પેશ મફત પટેલ, અમૃત કંચન વસાવા અને રાજેશ કનુભાઈ પટેલ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું શિક્ષક તરીકે કામ કરું છું અને અમદાવાદ, ગોધરા તેમજ દાહોદમાં JEE અને NEETના ક્લાસ ચલાવું છું.

વર્ષ -૨૦૨૧ માં મારે જમીન ખરીદવાની હોવાથી અલ્પેશ પટેલ સાથે સંપર્ક થયો હતો તે સમયે તેણે કેોટંબી ગામની સીમમાં સારી જમીન છે ખેડૂત વેચવા માંગે છે એમ કહી જમીનને લગતા કાગળો બતાવ્યા હતા. ત્રણ સર્વે નંબરો વાળી જમીન ખરીદવા માટે એક કરોડ રૃપિયા નક્કી કરી જમીન એનએ કરવા, પ્રીમિયમ ખર્ચ અને ૭૩એએની પરમિશન વેચાણ લેનારે કરવાની હોવાનું નક્કી કરી સ્ટેમ્પ પેપર ઉપર શરતો સાથે નોટરી કરાવ્યું હતું અને જે તે સમયે ટોકન પેટે રૃા.૧૦ હજાર રોકડા તેમજ રૃા.૧.૩૫ લાખનો ચેક આપ્યો હતો.

ડિસેમ્બર ૨૦૨૧માં અલ્પેશ મારી ઓફિસે આવ્યો હતો અને પ્રીમિયમ ભરવાનું છે તમે ૬૦ લાખ નાખો તેમ કહેતા મેં જમીન માલિક અમૃત વસાવાના એકાઉન્ટમાં રૃા.૬૦ લાખ જમા કરાવ્યા હતા. ત્યાર પછી અલ્પેશે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. બે મહિના પછી રાજેશ પટેલ મારી ઓફિસે આવ્યો હતો અને હું અલ્પેશને ઓળખું છું તે ચીટર છે તેમ કહી ખેડૂત મારા સંપર્કમાં છે હું તમારી સાથે મુલાકાત કરાવીશ તેને પણ જમીન તમને જ વેચવી તેવી ઈચ્છા છે તેમ જણાવી ખેડૂત સાથે મુલાકાત કરાવી હતી અને રાજેશે કલેક્ટર ઓફિસમાંથી થતી કાર્યવાહીની જવાબદારી લીધી હતી. તે જેમ કહેતો તેમ ખર્ચ પેટે હું પૈસા આપતો હતો. કુલ રૃા.૧.૦૮ કરોડ મેં ખેડૂતના ખાતામાં જમા કરાવ્યા હતા. 

થોડા સમય પછી ખેડૂત અને રાજેશે પણ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ સપ્ટેમ્બર ૨૦૨૩ માં બંને દિવાળીપુરા કોર્ટમાં મળ્યા ત્યારે ખેડૂતે જણાવેલ કે તમે આપેલા પ્રથમ રૃા.૬૦ લાખ અલ્પેશે પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી દીધા છે, આમ જમીન વેચાતી આપવાના નામે ત્રણેય ભેજાબાજોએ છેતરપિંડી કરી છે. ઉપરોક્ત વિગતોની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button