गुजरात

લાલપુરના પડાણા ગામ નજીક સ્વિફ્ટ કારની અડફેટે બાઈક સવાર બે યુવાનો ઈજાગ્રસ્ત : મેઘપર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો | 2 youths riding bike were injured after being hit by car near Padana village in Lalpur



Jamnagar Accident : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામ નજીક બેદરકારીપૂર્વક કાર ચલાવનાર ચાલકે બાઈકને અડફેટે લેતાં બે યુવાનો ઈજાગ્રસ્ત થયાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

 પ્રાપ્ત વિગતો મુજબ, લાલપુરના રહીશ મેહુલભાઈ ગિરધરભાઈ પારીયાએ પોલીસમાં નોંધાવેલી ફરીયાદ અનુસાર તેઓ તથા તેમના સાથી અનીલભાઈ મોટરસાયકલ નં. જી.જે. 10 એ.આર. 4731 લઈને કાનાલુસ તરફથી પડાણા પાટીયા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન તા.24/04/2026ના રોજ સવારે અંદાજે 08:45 વાગ્યે પડાણા ગામના નવા ગેટ સામે આવેલા જિયો પેટ્રોલપંપ પાસે પહોંચતા સ્વિફ્ટ કાર નં. જી.જે. 10 ઇ.સી. 4050 ના ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી અચાનક પેટ્રોલપંપ તરફ વાળી દીધું હતું.

 આ દરમિયાન કાર બાઈક સાથે અથડાતા ફરીયાદી મેહુલભાઈ તથા બાઈક ચલાવતા અનીલભાઈ બંનેને શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

 આ બનાવ અંગે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ 281, 125(એ) તેમજ મોટર વાહન અધિનિયમ કલમ 177 અને 184 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button