गुजरात

ઈંધણ સંકટ વચ્ચે ચાર શખ્સોએ ટ્રક ડ્રાઇવરને છરી બતાવી 250 લિટર ડીઝલ ચોરી લીધું, નારોલમાં ફરિયાદ દાખલ | Ahmedabad News Petrol Diesel Crisis Four men threaten truck driver steal diesel



અમદાવાદ ન્યૂઝ: નારોલમાં પીપળજ પાસે ટ્રક પાર્ક કરીને ડ્રાઈવર આરામ કરતો હતો, ત્યારે કારમાં આવેલા ચાર શખ્સોએ છરી બતાવી ડીઝલ ટેન્કનું લોક તોડી તેમાંથી રૂ. 22,500 કિંમતનું 250 લીટર ડીઝલ ચોરી લીધું હતું. આ બનાવ અંગે નારોલ પોલીસે ચોરીનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ શરૂ કરી છે. ઘટના 29 એપ્રિલના રોજ બની હતી જેની ફરિયાદ હવે નોંધાવવામાં આવી છે.

ભાવનગરના યુવકે નારોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે, તેઓ તા. 29-04-2026 ના રોજ 14 ટાયર વાળી ટ્રક અસલાલીથી પીપળજ કમોડ, ઇન્દિરાનગર તરફ જવાના રોડના નાકે સાઈડમાં ઊભી રાખી કેબિનમાં આરામ કરતા હતા. તે સમયે એક કાર ટ્રકની પાછળ આવીને ઊભી રહી ગઈ હતી અને ગાડીમાંથી ચાર શખ્સો ઉતર્યા હતા. જેમાંથી બે શખ્સો ટ્રકનું ડીઝલ લોક તોડવા લાગ્યા હતા. આ જોઈને ફરિયાદી ડ્રાઈવર નીચે ઉતરવા જતા બીજા બે શખ્સો હાથમાં છરી લઈ તેમની સામે ઊભા રહી ગયા હતા.

ટ્રકના ડ્રાઈવરને મારી નાખવાની ધમકી આપીને ડીઝલ ટેન્ક ચેક કરતા તેમાંથી રૂ. 22,500 ની કિંમતનું 250 લીટર ડીઝલ ચોરી લીધું હતું. ફરિયાદી ડ્રાઈવરે નીચે ઉતરીને તપાસ કરતા ડીઝલ ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, મધ્ય પૂર્વમાં યુદ્ધના કારણે છેલ્લા બે મહિનાથી ઇંધણની ક્યાંક ને ક્યાંક અછત પડી રહી છે જેથી ડીઝલ ચોરીનો આ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.



Source link

Related Articles

Back to top button