ધો.12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાના ઓનલાઈન ફોર્મ અને ફી ભરવાની મુદતમાં વધારો, જાણો છેલ્લી તારીખ | GSEB HSC Gen Stream Supplementary Exam Online Form Deadline Extended

GSEB Supplementary Exam 2026: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ગત 12 મેના રોજ ધોરણ-10(SSC) અને ધોરણ-12(HSC)ના તમામ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાની જાહેરાત કરી હતી. આ દરમિયાન શિક્ષણ બોર્ડે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાના ઓનલાઈન ફોર્મ અને ફી ભરવાની મુદતમાં બે દિવસ વધારો કર્યો છે એટલે 16 મે સુધી ફોર્મ ભરી શકાશે.

ધો.10-12ની પૂરક પરીક્ષાનું ટાઇમટેબલ
બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર, આ પૂરક પરીક્ષા 11થી 18 જૂન 2026 દરમિયાન યોજાશે. જેમાં ધોરણ-10 ઉપરાંત ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ તેમજ સંસ્કૃત પ્રથમા અને સંસ્કૃત મધ્યમાના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: ધો.10-12ની પૂરક પરીક્ષાનું ટાઇમટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખે કયું પેપર?
પૂરક પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ અને અન્ય જરૂરી સૂચનાઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ website.gseb.org પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.



