राष्ट्रीय

VIDEO: શ્વાસ થંભાવી દે તેવી ઘટના! વાવાઝોડામાં 300 મીટર સુધી હવામાં ફંગોળાયા ‘નન્હે મિયાં’ | Nanhe Miya Flying With Tin Shed Video in Uttar Pradesh


Nanhe Miya Flying With Tin Shed Video : ઉત્તર પ્રદેશમાં બુધવારે (13 મે) સાંજે વાવાઝોડું, ધૂળની ડમરીઓ અને ભારે વરસાદ-વીજળી પડવાથી રાજ્યના અનેક જિલ્લામાં ભયાવહ સ્થિતિ જોવા મળી હતી. આ કુદરતી આફતમાં કુલ 89 લોકોના મોત નીપજ્યા છે. આ દરમિયાન તોફાની પવનમાં એક શખસ પતરાના શેડ સાથે હવામાં ઉડ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. વાવાઝોડા વચ્ચે પતરાનો શેડ પકડીને ઉભેલા નન્હે મિયાં નામનો શખસ હવામાં 300 મીટર સુધી ઊંચે ફેકાયો હતો. વાઈરલ વીડિયો બાદ હવે નન્હે મિયાંનું દર્દનાક નિવેદન સામે આવ્યું છે. 

VIDEO: શ્વાસ થંભાવી દે તેવી ઘટના! વાવાઝોડામાં 300 મીટર સુધી હવામાં ફંગોળાયા 'નન્હે મિયાં’ 2 - image

વાવાઝોડું વચ્ચે પતરાના શેડ સાથે હવામાં ફેંકાયેલા નન્હે મિયાંએ શું કહ્યું?

ઘટના એમ છે કે, નન્હે મિયાં ઘટનાસ્થળે ગાડીમાં સામાન ભરવા માટે આવ્યા હતા. આ દરમિયાન અચાનક વાતાવરણમાં પલટો આવે છે અને ખરાબે હવામાનને લઈને તેઓ પતરાના શેડ નીચે આશરો લે છે. જો કે, અચાનક ભારે પવન ફૂંકાયો. જેમાં આંધી આવતા પતરાના શેડને પકડીને ઉભેલા નન્હે મિયાં હવામાં ઉંચે સુધી ફેંકાય છે. તેમણે જણાવ્યું કે, ‘મને નથી ખબર કે હું કેટલા ફૂટ ઊંચાઈએ ફેંકાયો હતો, પરંતુ હું 50 ફૂટ દૂર જઈને પડ્યો હતો.’

નન્હે મિયાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ

કુદરતી આફત વચ્ચે દુર્ઘટનાનો ભોગ બનેલા નન્હે મિયાંને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં તેમનો હાથ તૂટી જતાં ધાતુનો સળિયો નાખવાની જરૂર પડી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે, ત્યારે વીડિયો જોઈને લોકો ચોંકી ગયા હતા. આ ઘટનામાં સદનસીબે નન્હે મિયાંનો જીવ બચી ગયો હતો. 

આ પણ વાંચો: આંધી-તોફાન અને વીજળી પડવાથી 89 લોકોના મોત! ઉત્તર પ્રદેશમાં કુદરતે વિનાશ વેર્યો

તમને જણાવી દઈએ કે, બુધવારે(13 મે) ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં વાવાઝોડા સાથે આવેલા વરસાદ ભારે તબાહી મચાવી હતી. જેમાં અનેક સ્થળોએ વૃક્ષો ઉખડી ગયા હતા, તો ઘરો ધરાશાયી થયા હતા અને ગણી જગ્યાએ અકસ્માતની ઘટના બની હતી. આ કુદરતી આફતને કારણે રાજ્યભરમાં વ્યાપક જાનમાલનું નુકસાન થયું હતું. 





Source link

Related Articles

Back to top button