गुजरात

જોગીવાડની ટાંકી પાસે 2 ભાઈ પર લાકડાના ધોકા વડે બે ઈસમનો હુમલો | Two men attack two brothers with wooden sticks near Jogiwad tank



ઇજાગ્રસ્ત બન્ને ભાઈને હોસ્પિટલે ખસેડાયા

આધેડના લોખંડના મશીનની ચોરી થઈ હોય બે શખ્સના નામ આપ્યા હોવાની શંકા રાખી
માર માર્યો

ભાવનગરપ્રભુદાસ તળાવ વિસ્તારમાં રહેતા આધેડના સૂતર બનાવવાના
લોખંડના મશીનની ચોરી થઈ હોય ચોરીમાં બે ઇસમના નામ આપ્યા હોવાની દાજ રાખી બે શખ્સે
બે ભાઈ અને તેની પુત્રી પર ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની
ઘમકી આપી હતી.

શહેરના પ્રભુદાસ તળાવ નવી જોગિવાડની ટાંકી બાપાસીતારામ ની મઢુલી પાસે રહેતા
ભુરાભાઈ વિનુભાઈ રાઠોડના સુતરદોરી બનાવવાનુ લોખંડનુ મશીન ચોરી થઈ ગયેલ હતું.અને આજ
વિસ્તારમાં રહેતા જીવા બારૈયા તથા યોગેશ બારૈયાને અલ્પેશભાઇ બળદેવભાઈ રાઠોડે એવુ
જણાવેલ હતુ કે
,આ મશીન તમે બંનેએ ચોરેલ છે.તેમ ભુરાભાઈનું
કહેવું છે.તે બાબતની દાજ રાખી જીવા બારૈયા તથા યોગેશ બારૈયા.( રહે. બન્ને
મેલડીમાંની ધાર મફતનગર
, ઢોરી ઉપર ખેડુતવાસ, ભાવનગર )એ ભુરાભાઈ અને તેના પુત્રી પૂજાબેન અને મોટાભાઈ ભરતભાઈને ગાળો આપી
લાકડાના ધોકા વડે ગંભીર માર મારી ઈજા પહોચાડી જાનથી મારી નાખવાની ઘમકી આપી
હતી.ઇજાગ્રસ્ત બન્ને ભાઈને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ
સંદર્ભે ભુરાભાઈએ બન્ને શખ્સ વિરૃધ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે
વધુ તપાસ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button