मनोरंजन

રાગિણી 3 હોરર ફિલ્મમાં તમન્ના અને જુનૈદ જોડી જમાવશે | Tamannaah and Junaid to pair up in horror film Ragini 3



– એક્તાકપૂરની એક ઔર ફિલ્મ વનમાં પણ તમન્ના ભાટિયા 

મુંબઇ : ખૂબસુરત અને વીરે દી વેડિંગ ફિલ્મથી જાણીતાં બનેલા નિર્દેશક શશાંક ઘોષને રાગિણી ૩ હોરર ફિલ્મના દિગ્દર્શક તરીકે પસંદ કરવામાં આવ્યા છે. બાલાજી મોશન પિક્ચર્સની આ ડેટ નાઇટ હોરર ફિલ્મમાં તમન્ના ભાટિયા અને જુનૈદખાનની જોડી જોવા મળશે. 

તમન્ના ભાટિયા છેલ્લે ઓડેલા ૨માં જોવા મળી હતી. તમન્ના ભાટિયાની આગામી ફિલ્મ વનની પણ ઉત્સુકતાથી રાહ જોવાઇ રહી છે. આ ફિલ્મમાં તમન્નાનો હીરો સિદ્ધાર્થ મલ્હોત્રા છે. અરૂણાભ કુમાર દ્વારા લિખિત અને દિપક મિશ્રા દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું નિર્માણ શોભા કપૂર અને એક્તા કપૂર દ્વારા કરવામાં આવી રહ્યું છે. 

વન પણ આ વર્ષે જ રિલિઝ કરવાનું આયોજન છે. આમ આ વર્ષે એક્તા કપૂરની બે ફિલ્મોમાં તમન્ના ભાટિયા હિરોઇન તરીકે જોવા મળશે. 



Source link

Related Articles

Back to top button