दुनिया

ઈરાન-યુદ્ધ ફરી વકર્યું છે : સીઆઈએ કહે છે ઈરાન હજી 4 મહિના સુધી ‘બ્લોકેડ’ સહી શકે તેમ છે | Iran war escalates again: CIA says Iran could face ‘blockade’ for another 4 months



– એક તરફ શાંતિની વાતો ચાલે છે બીજી તરફ ઈરાન-અમેરિકા વચ્ચે સામ-સામા ગોળીબારો થાય છે

નવી દિલ્હી : શુક્રવારે અમેરિકા અને ઈરાન વચ્ચે સામસામા ગોળીબાર થતાં ઈરાન-યુદ્ધમાં શાંતિ અપાવવાની શક્યતાઓ સરી રહી છે. જ્યારે અમેરિકાની આંતરરાષ્ટ્રીય જાસૂસી સંસ્થા સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (સીઆઈએ)એ આંકલન આપ્યું છે કે તહેરાન હજી પણ ચાર મહિના સુધી નાકાબંધી સહન કરી શકે તેમ છે.

અમેરિકાની એ જાસૂસી સંસ્થા પાસે પાકે પાયે માહિતી આવી છે કે, અમેરિકાએ ઈરાનનાં બંદરો અને હોર્મુઝ સ્ટ્રેઈટસ ફરતી સખત ઘેરાબંધી તો કરી જ દીધી છે તેથી ઈરાન ઉપર ભારે આર્થિક દબાણ પણ આવ્યું છે. તેમ છતાં તે હજી ઓછામાં ઓછા ચાર મહિના સુધી તો બ્લોકેડ સહી શકે તેમ છે.

સીઆઈએનું આંકલન સૌથી પહેલાં વોશિંગ્ટન પોસ્ટે જણાવ્યું હતું. વિશેષત: યુદ્ધ-વિરામ જાહેર થયા પછી પણ હોર્મુઝ સ્ટેઈટસ નજીક ઈરાન અમેરિકાની યુદ્ધ નૌકાઓ વચ્ચે સામસામી ભારે ગોળીબારી થઈ હતી.

દરમિયાન યુ.એ.ઈ.એ પણ શુક્રવારથી ઝુકાવી દીધું છે તેના સત્તાધીશો જણાવે છે કે, અમારી એર ડીફેન્સ સીસ્ટમો ઈરાનનાં બે બેલાસ્ટિક મિસાઇલ્સને ઈન્ટરસેપ્ટ કર્યા હતા. ઈરાને ત્રણ ડ્રોન પણ વહેતા મુક્યા હતા. તે પણ ઈન્ટરસેપ્ટ કરાયાં હતાં છતાં ઓછામાં ઓછા ત્રણ નાવિકોને ઈજા થઈ હતી.

બીજી તરફ અમેરિકાએ મોકલેલા શાંતિ પ્રસ્તાવ અંગે ઈરાને કહ્યું હતું કે, તે એ વિષે વિચારણા કરી રહ્યું છે. જ્યારે ઈરાને મોકલેલા શાંતિ પ્રસ્તાવ અંગે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયાએ રોમમાં પત્રકારોને કહ્યું હતું કે ઈરાનના શાંતિ પ્રસ્તાવ વિષે તમોને અમારા પ્રત્યાઘાતો થોડા સમયમાં જ જાણવા મળશે. જોકે હજી કોઈ સ્પષ્ટ માહિતી તે અંગે મળી શકી નથી.



Source link

Related Articles

Back to top button