સેલિનાએ તેના ઓસ્ટ્રિયન પતિ સામે જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી | Celina Jaitly files sexual harassment complaint against her Austrian husband

![]()
– સેલિનાએ પતિ પીટર હાગ પાસે 50 કરોડ રૂપિયાનું વળતર માંગ્યું
મુંબઇ : અભિનેત્રી સેલિના જેટલીએ શુક્રવારે મુંબઇના વરસોવા પોલીસ સ્ટેશનમાં તેના ઓસ્ટ્રિયન પતિ પીટર હાગ સામે જાતીય સતામણીની એફઆઇઆર નોંધાવી હતી. ભારતીય ન્યાયસંહિતાની વિવિધ કલમો હેઠળ નોંધાવવામાં આવેલી આ પોલીસ ફરિયાદમાં સેલિનાએ તેના પતિ સામે ક્રૂરતા આચરવાનો, શારીરિક ઇજા કરવાનો, ડરાવવાનો અને સતત પરેશાન કરવાના આક્ષેપો કર્યાં છે. પીટર હાગ પોલીસ તપાસમાં સહકાર આપતો ન હોઇ તેની સામે લુક આઉટ સરક્યુલર પણ જારી કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે. ગયા વર્ષે સેલિનાએ અંધેરીમાં જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ઘરેલુ હિંસા સામે રક્ષણ મેળવવા એકપક્ષી વચગાળાની રાહત માંગી હતી. સેલિનાએ આવકના વળતર પેટે ૫૦ કરોડ રૂપિયાની નુકશાની પણ માંગી હતી. સેલિનાએ દાવો કર્યો હતો કે તેના પતિએ વિવિધ બહાને તેને કામ કરતી અટકાવી તેની નાણાંકીય સ્વતંત્રતા છીનવી લીધી હતી અને મુંબઇનું નિવાસસ્થાન પણ તેના નામે ટ્રાન્સફર કરી આપવા જબરદસ્તી કરી હતી. સપ્ટેમ્બર ૨૦૧૦માં પીટર સાથે સેલિનાના લગ્ન બાદ તેમને ત્રણ સંતાનો વિરાજ, વિન્સ્ટન અને આર્થર છે. તેના ડાઇવોર્સની કાર્યવાહી માટે ઓસ્ટ્રિયા ગયેલી સેલિનાએ તેના પુત્ર સમશેરની કબરની મુલાકાત લેતી હોય તેવો વિડિયો તાજેતરમાં શેર કર્યો હતો.



