गुजरात
ગોરખી ગામના નજીકથી વિદેશી દારૃના જથ્થા સાથે શખ્સ ઝબ્બે | Man arrested with a quantity of foreign liquor near Gorkhi village

![]()
મદદગારીમાં સામેલ શખ્સ ફરાર
તળાજા પોલીસે વિદેશી દારૃ રૃ.૭૩ હજારનો મુદ્દામાલ કબજે લીધો
ભાવનગર – ગોરખી ગામના ઘરવાળા નજીક તળાજા પોલીસે દરોડો પાડી વિદેશી
દારૃના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તળાજા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી
હતી કે,ગોરખી ગામના ઘરવાળા પાસેથી વિદેશી દારૃનો જથ્થો લઈને વિપુલ ઉર્ફે ગોટો
નટુભાઈ જાંબુચા નામનો ઈસમ પસાર થઈ રહ્યો છે.જે બાતમીના આધારે તળાજા પોલીસે દરોડો
પાડી વિપુલ ઉર્ફે ગોટોને અટકાવી સાથે રહેલા કંતાન ના થેલામાં તલાશી લેતા વિદેશી
દારૃની ૨૪૦ બોટલ રૃ.૭૩,૮૦૦ ની મળી આવતા પોલીસે ધરપકડ કરી
પૂછપરછ કરતા વિશાલ ઉર્ફે ઊંદડી સનાભાઈ ડોડીયા મદદગારી કરતો હોવાની કબૂલાત કરતા
પોલીસે બન્ને શખ્સ વિરૃધ્ધ તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



