गुजरात

દારૃની ૯૩ બોટલ સાથે ન્યુ વી.આઇ.પી.રોડનો બૂટલેગર ફરીથી ઝડપાયો | bootlegger caught again with 93 bottles of liquor



વડોદરા,ન્યુ વી.આઇ.પી.રોડના બૂટલેગર કમલ ઉર્ફે કમુ તોલાણી સામે ટૂંકા ગાળામાં જ દારૃનો વધુ એક કેસ નોંધાયો છે. પોલીસે દારૃની ૯૩ બોટલ તેની પાસેથી કબજે  કરી છે.

ન્યુ વી.આઇ.પી. રોડ ખોડિયારનગર ચાર રસ્તા પાસે મણીનગરમાં રહેતો બૂટલેગર કમુ ઉર્ફે કમલ તોલાણી વિદેશી દારૃનો જથ્થો લાવી વેચાણ કરતો હોવાની માહિતી પોલીસને મળી હતી. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને રેડ  કરતા કમલ ઉર્ફે કમુ તોલાણી મળી આવ્યો હતો.તેની પાસેથી  પોલીસે  દારૃની ૯૩ બોટલ કિંમત રૃપિયા ૧૪,૮૧૪ ની કબજે કરી છે. તેણે પોલીસને જણાવ્યું હતું કે, દારૃનો જથ્થો હનુમાનપુરાવળા જેડી ભરવાડ પાસેથી લાવ્યો છું. જેથી, પોલીસે હનુમાન ભરવાડને વોન્ટેડ જાહેર કર્યો છે.

જ્યારે અન્ય એક બનાવમાં બાપોદ પોલીસે વાઘોડિયારોડ નાની બાપોદ પાસેથી દારૃ લઇને જતા સુરેશ મોહનભાઇ પરમાર (રહે. રામદેવનગર – ૧ , આજવારોડ) ને ઝડપી પાડયો હતો. પોલીસે તેની  પાસેથી દારૃની ૧૫ બોટલ કિંમત રૃપિયા ૩ હજારની કબજે કરી છે.



Source link

Related Articles

Back to top button