गुजरात

૧૭ માણસોની ગેંગ છે, ક્યાંય મારી શકું છું ટ્રેનમાં બેસવા બાબતે પાસ હોલ્ડર અને પેસેન્જરો વચ્ચે ઉગ્ર મારામારી | fight between passengers in train



વડોદરા, તા.8 ઉદયપુર-બાન્દ્રા એક્સપ્રેસ ટ્રેનની સીટ પર બેસવા બાબતે ચાલતી ટ્રેનમાં પાસ હોલ્ડર તેમજ અન્ય પેસેન્જરો વચ્ચે ઢીસૂમ ઢીસૂમ થયું હતું. આ અંગે બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી.

વડોદરાના ન્યુ સમારોડ વિસ્તારમાં પંચશીલ સૈનિક સોસાયટીમાં રહેતા નીતિન શૈલેન્દ્ર ચૌહાણે મોતીલાલ ભોરીલાલ જૈન અને તેમના પત્ની કલ્પનાબેન (બંને રહે.શ્રી સિધ્ધી વિનાયક કૃપા સીએચએસ, તુલીંગરોડ, નાલાસોપારા, વસઇ, ઇસ્ટ થાણે, મહારાષ્ટ્ર) સામે રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું એસવીસી કો.ઓ. બેન્કમાં ભરૃચ ખાતે નોકરી કરુ છું અને ટ્રેનમાં વડોદરાથી ભરૃચ અપડાઉન કરું છું. તા.૭ના રોજ સવારે હું રેલવે સ્ટેશન આવ્યો હતો અને ઉદયપુર-બાન્દ્રા એક્સપ્રેસ ટ્રેન આવતા તેના આગળના જનરલ ડબ્બામાં ચડયો હતો. આ વખતે સીટ પર બેસવા બાબતે મારી સીટની સામેની સીટ પર બેસેલ મોતીલાલ અને તેમના પત્ની કલ્પનાબેને મને માર માર્યો હતો અને ચાલુ ટ્રેનમાંથી નીચે નાંખી દેવાની ધમકી આપી હતી.

સામા પક્ષે કલ્પનાબેને નીતિન સામે નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે હું તેમજ મારા પતિ ઉદયપુરથી ટ્રેનમાં બેસી મુંબઇ ઘેર જતા હતાં. વડોદરા રેલવે સ્ટેશન આવતા મારા પતિ પાણી લેવા માટે ટ્રેનમાંથી નીચે ઉતર્યા  ત્યારે એક શખ્સ બેસવા બાબતે અન્ય પેસેન્જરો સાથે બોલાચાલી કરતો હતો. આ વખતે મને ધક્કો વાગતા મેં તેને સમજાવ્યો હતો પરંતુ તે સમજ્યો ન હતો અને કોચમાં ચાલતા ચાલતા હાથ-પગ અડાડતો હતો. 

આ ઘટનાની જાણ પતિ પરત આવ્યા ત્યારે તેમને કરતા પતિએ તે શખ્સને સમજાવ્યો હતો પરંતુ શખ્સે હું તારી પત્ની સાથે ગમે તે કરીશ તારે શું તેમ કહી ધમકી આપી હતી અને મારી પાસે ૧૭ માણસોની ગેંગ છે, હું અપડાઉન કરું છું તને ક્યાંય મારી શકુ છું તેમ કહ્યું  હતું. જો કે અન્ય પેસેન્જરોએ તેને સમજાવતા તે બેસી ગયો હતો. ત્યારબાદ ઇંટોલા રેલવે સ્ટેશન પાસે અચાનક તે ફરીથી આવ્યો હતો અને મારા પતિને મારવા લાગતા લોકોએ તેને દૂર કર્યો હતો.



Source link

Related Articles

Back to top button