गुजरात
કમાટીબાગમાં કિશોર પર હુમલો કરનાર માંકડાને પકડવા કવાયત | Exercise to catch monkey that attacked teenager in Kamatibagh

![]()
વડોદરાઃ વડોદરા અને આસપાસના વિસ્તારોમાં વાંદરા દ્વારા લોકો પર હુમલાના અવારનવાર બનાવો બનતા હોય છે.જે દરમિયાન કમાટીબાગમાં સહેલાણી પર વાંદરા દ્વારા હુમલાનો બનાવ બનતાં તંત્ર સતર્ક થયું છે.
કમાટીબાગમાં છેલ્લા કેટલાક સમયથી ઉપદ્રવ મચાવી રહેલા લાલમોંઢા વાળા માંકડાએ બે દિવસ પહેલાં પ્રાણી સંગ્રહાલય નજીક એક કિશોર પર હુમલો કરતાં તેને ઇજાઓ પહોંચી હતી.
જે બનાવ બાદ પ્રાણી સંગ્રહાલયની દેખરેખ રાખતા કર્મચારીઓએ ફોરેસ્ટ વિભાગની મદદ લઇ બહારથી આવતા માંકડાને પકડવા માટે કવાયત હાથ ધરી છે.આ માટે ત્રણ જગ્યાએ પાંજરા મુકવામાં આવ્યા છે અને એક પાંજરામાં ઘેનયુક્ત ફળો મુકવામાં આવ્યા છે.



