गुजरात

સાયન્સ ફેકલ્ટીના બીસીએ કોર્સની બેઠકો 240 થી ઘટાડીને120 કરાતા વિરોધ | seats reduced to 120 in bca course of science faculty of msu



વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં ચાલતા બીસીએ કોર્સની ફીમાં એક તરફ વધારો કરવામાં આવ્યો છે તો બીજી તરફ તેની બેઠકો ઘટાડી દેવામાં આવી  છે.જેને લઈને  વિદ્યાર્થીઓમાં રોષની લાગણી છે.

આ મુદ્દે એબીવીપી દ્વારા આજે ફેકલ્ટી ડીનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.એબીવીપીનું કહેવું છે કે, બેચરલ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશનના કોર્સમાં હાયર પેમેન્ટ બેઠકોની ફી ૪૭૦૦૦ રુપિયાથી વધારીને ૬૦૦૦૦ રુપિયા કરી દેવામાં આવી છે.જ્યારે સ્પેશ્યલ કેટેગરીની ફી ૧.૧૩ લાખથી વધારીને ૧.૫૬ લાખ કરી દેવામાં આવી છે.બીજી તરફ બેઠકોની સંખ્યા ૨૪૦ થી ઘટાડીને ૧૨૦ કરી દેવામાં આવી છે.જો ફી ઘટાડવામાં નહીં આવે તો ૪૮ કલાક પછી એબીવીપી ઉગ્ર આંદોલન કરશે.

બીજી તરફ ફેકલ્ટી ડીને કહ્યું હતું કે,બિલ્ડિંગની ક્ષમતા કરતા વધારે બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હતો અને તે અગાઉના સત્તાધીશોની ભૂલ હતી.કારણકે તેનાથી વિદ્યાર્થીઓને પૂરતી સુવિધાઓ મળતી નહોતી.હવે અમે બેઠકો ઘટાડી છે.જેથી વિદ્યાર્થીઓને સારી રીતે સુવિધાઓ આપી શકાય.છેલ્લા ૧૦ વર્ષથી કોઈ પણ જાતનો ફી વધારો કરાયો નથી અને બીજી તરફ ખર્ચા વધી રહ્યા હોવાથી ફી વધારાનો નિર્ણય લેવો પડયો છે.



Source link

Related Articles

Back to top button